(જી.એન.એસ રવિન્દ્ર ભદોરીયા), તા.૨૨/૧૧
ભારત તેજકિરણોની ભૂમિ છે. ઋષિઓએ અહીં જ્ઞાનની ઉપાસના કરી છે. ત્યારે ભારતમાં જ્ઞાન સમસ્ત જગતમાં પ્રસર્યું છે. પરંતુ આજે 21મી સદીમાં આજની જનરેશન મોબાઇલ તરફ વધારે આકર્ષિત થઈ રહી છે, બાળકના માતા પિતા પોતાન સંતાન ઉપર ધ્યાન રાખી શકતા નથી જેના કારણે આજે બાળક મોબાઈલના ચાહક વધાર થઈ ગયા છે. આ વાતને ધ્યાને રાખી ગાંધીનગર ખાતે આવેલ ચિલ્ડ્રન્સ યુનિવર્સીટીમાં બે દિવસીય નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યો છે. જેમાં બાળકના બાળપણ અને મોબાઈલને લઈ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોના સર્વાંગી વિકાસ માટે સ્થપાયેલી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કાર્યક્ષેત્ર બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી લઈને બાળક 18 વર્ષનો પુખ્ત બને ત્યાં સુધીના તેના શારીરિક,માનસિક, બૌદ્ધિક, ભાવાત્મક અને આધ્યાત્મિક વિકાસને આવરી લે છે. આથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું કાર્યફલક માના ગર્ભમાં રહેલા અજન્મા શિશુથી લઈને તેની તરુણાવસ્થા સુધીનું છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હર્ષદ શાહએ જણાવ્યું કે બાળકને નાની ઉંમરથી જ મોબાઈલની ટેવ ન પાડવી જોઈએ. જો બાળકના માતા પિતા તેની સાથે રમશે, એને બહાર રમાડવા લઈ જશે, અથવા ઘરમાં જ તેની દેખભાળ કરશે તો બાળકને મોબાઈલની ટેવ પડશે નહીં. અને મોબાઈલ મુક્ત થશે બાળક, આજે રાષ્ટ્રીય સેમિનારમાં ઘણા માતા પિતા પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તરફથી માર્ગદર્શન મેળવશે. કારણ કે જ્યારે બાળક રડતો હોય ત્યારે માતા પિતા તેને શાંત કરવા માટે મોબાઈલ આપી દે છે, પરંતુ આ ટેવ ખોટી છે એના કારણે આજે બાળક સ્વસ્થ રહી શકતો નથી અને બીમારીઓનું ભોગ બને છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં આ બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં બાળક માટે તેના લાગતા રમકડાં અને પૂરતા માટીમાંથી બનેલા ચિહ્નો પ્રદર્શનીમાં મુકવામાં આવ્યા હતા. આ યુનિવર્સિટી માત્ર એવી યુનિવર્સિટી છે જ્યાં બાળક મોબાઈલથી દુર રહી પોતાનું જીવન જીવે છે. આ યુનિવર્સિટી ખાતે બાળકને યોગા સહિત અન્ય પ્રવૃતિઓ શીખડાવી તેને જાગૃત કરવામાં આવે છે. આ યુનિવર્સિટી 3થી 18 વર્ષની ઉમરમાં બાળકોના સર્વક્ષેત્રીય વિકાસમાં મદદ કરવી તેવા પ્રોત્સાહનો ચિલ્ડ્રન યુનિવર્સીટીમાં આપવામાં આવે છે..
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.