Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરમાં રોહિત સમાજના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી લાખ લોકો ઉમટ્યાં

ગાંધીનગરમાં રોહિત સમાજના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી લાખ લોકો ઉમટ્યાં

40
0

રાજ્યમાં પ્રથમ વખત સમગ્ર ગુજરાતના રોહિત સમાજનું સંમેલન ગાંધીનગર ખાતે યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી મનીષાબેન વકીલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી હાજરી આપી હતી. ગાંધીનગર સેકટર 11માં આવેલ રામકથા મેદાનમાં યોજાયેલા સંમેલનમાં અંદાજે 1 લાખ જેટલા લોકો ઉમટી પડ્યાં હતા. રોહિત સમાજના સમગ્ર રાજ્યમાં વસતા 26 જેટલાં અલગ- અલગ પરગણા સમૂહના ગામોના લોકો મહાસંમેલનમાં જોડાયા હતા. ​​​​​​​

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપીને રોહિત સમાજને શુભેચ્છાઓ આપી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. વિધાનસભા ચૂંટણી પહેલાં જ 1 લાખ જેટલા લોકોની હાજરીમાં યોજાયેલું મહાસંમેલન એક રીતે રોહિત સમાજનું શક્તિ પ્રદર્શન થઈ ગયું હતું.

જેમાં સમાજના પ્રશ્નો અને સમાજના વિકાસ માટે જરૂરી પગલાંઓ અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. સમાજનો વિકાસ થાય તે દિશામાં વિવિધ માંગ સાથે આગળ વધવાની તૈયારી કરાઈ હતી. મહાસંમેલનમાં પહોંચેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસની સરકાર આવશે તો રાજ્યમાં 100 વિઘા જેટલી જમીનમાં ભીમધામ તૈયાર કરવામાં આવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં આંદોલનકારીઓ સામે પોલીસ કેસ કરાતા ભૂખ હડતાળ આરોગ્યકર્મીઓની ઘરમાં ચાલુ કરી
Next articleમહેસાણાના લાખવડમાં કચરો નાખવા મામલે બે પરિવાર વચ્ચે મારામારી, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત