Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરમાં ગુજરાત પોલીસ અકાદમીનો દીક્ષાંત-પાસિંગ આઉટ પરેડ સમારોહ યોજાયો

ગાંધીનગરમાં ગુજરાત પોલીસ અકાદમીનો દીક્ષાંત-પાસિંગ આઉટ પરેડ સમારોહ યોજાયો

42
0

ગાંધીનગરમાં ગુજરાત પોલીસ અકાદમીનો ગૌરવશાળી દીક્ષાંત-પાસિંગ આઉટ પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ અકાદમીમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા ૪૬ પોલીસ ઇન્સ્પેક્ટરની પાસિંગ આઉટ પરેડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય પોલીસ વડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વની પરવા કર્યા વિના સમાજ માટે, અન્યો માટે, તેમની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળે ગુજરાતની વિકસિત-સુરક્ષિત રાજ્યની ગરિમા વધારી છે.

જ્યારે સમાજમાં તબીબ, ઇજનેરી કે અન્ય વ્યવસાયો માટે યુવાઓમાં ઝોક વધુ જાેવા મળે છે. તેવા સમયે સમાજ રક્ષા માટે પોલીસ દળને કેરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત અફસરોની ભાવના અભિનંદનીય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અમૃતકાળ માટે વિકસિત-રાષ્ટ્ર નિર્માણનો જે સંકલ્પ આપ્યો છે. તેને સાકાર કરવા રક્ષા શક્તિના આ કર્મયોગીઓ ફરજ નિષ્ઠાથી યોગદાન આપશે. મુખ્યમંત્રીએ આ નવ નિયુક્ત અફસરોમાં ૧૪ જેટલી બહેનો, ૩ ડોક્ટર, ૨૫ ઈજનેર અને ૩ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે .તેમને પણ બિરદાવ્યા હતા.

તાલીમ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવનારા ઓફિસરોને મુખ્યમંત્રીએ ટ્રોફી, પુરસ્કાર તથા સ્વોડૅ ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા. ૪૬ પોલીસ ઇન્સ્પેકટરે શપથ ગ્રહણ કર્યા ભારતની આન, બાન અને શાન એવા તિરંગાની સાક્ષીમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સીધી ભરતીની બીજી બેન્ચના ૪૬ પોલીસ ઇન્સ્પેકટર ભાઈ-બહેનોએ શપથ ગ્રહણ કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંઘર્ષ સાથે દેશને એક નવા મુકામે પહોંચાડ્યો છે.

જ્યારે રાજ્યની સુરક્ષા તેમજ કાયદો-વ્યવસ્થાની વાત આવે ત્યારે ગુજરાતને મોખરે પહોંચાડવામાં પોલીસ વિભાગનો સિંહ ફાળો રહ્યો છે. સીધી ભરતીના બીજી બેન્ચના ૪૬ પોલીસ અધિકારીઓ રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે. તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી તેમને આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.

પોલીસ અકાદમી કરાઇ ખાતે આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં અકાદમીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ તાલીમાર્થીઓ સહિત રાજ્યભરમાંથી દીક્ષાંર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરાના ફતેગંજમાં બેંક ઓફ બરોડાના ડિજિટલ બેંકિંગ યુનિટનું વડાપ્રધાને વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
Next articleપેરિસમાં મોંઘવારી મુદ્દે હજારો લોકો સરકાર વિરુદ્ધ ઉતર્યા રસ્તા પર