Home ગુજરાત ગાંધીનગર ગાંઘીનગર સંસદીય મતવિસ્‍તારમાં સૌ પ્રથમ વર્ષ- ૧૯૬૭માં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અકલ્પનીય...

ગાંઘીનગર સંસદીય મતવિસ્‍તારમાં સૌ પ્રથમ વર્ષ- ૧૯૬૭માં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અકલ્પનીય ૬૮.૭૫ ટકા મતદાન થયું હતું

8
0

ગાંઘીનગર,

વર્ષ- ૧૯૬૭માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ૨૧૬૦૦ મતો અમાન્ય ગણાયા હતા.

ગાંઘીનગર સંસદીય મત વિસ્‍તારમાં સૌ પ્રથમ વર્ષ- ૧૯૬૭માં લોકસભાની સામાન્ય ચૂંટણી (ચોથી લોકસભા) યોજાઇ હતી. જેમાં મતદારોએ ભારે ઉત્સાહ દાખવીને ૬૮.૭૫ ટકા મતદાન કર્યું હતું. ત્યાર બાદ જિલ્‍લામાં યોજાયેલ પાંચમી લોકસભાની ચૂંટણી વર્ષ- ૧૯૭૧માં ૫૪.૧૩ ટકા અને છઠ્ઠી લોકસભાની ચુંટણી-૧૯૭૭માં ૬૩.૬૯ ટકા મતદાન થયું હતું.     

     બૃહદ મુંબઇમાંથી ૧મે, ૧૯૬૦ના રોજ ગુજરાતની અલગ રાજય તરીકે સ્‍થાપના થઇ. તે પછી રાજયના પાટનગર ગાંઘીનગરની સ્‍થાપના કરવામાં આવી હતી. રાજયના પાટનગર ગાંઘીનગરમાં સૌ પ્રથમ વર્ષ- ૧૯૬૭માં ચોથી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગની પ્રથમ એવી ચોથી લોકસભાની ચૂંટણીમાં ગાંઘીનગરની એસ.સી ઉમેદવારની બેઠક હતી. પાટનગરની બેઠક પર ઇન્ડિયન નેશનલ કોગ્રેસના શ્રી એસ.એમ. સોંલકી અને રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના શ્રી કે. યુ. પરમાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.   

       આ બન્ને ઉમેદવારનું ભાવિ નક્કી કરવા માટે તા.૧૫મી ફેબ્રુઆરી, ૧૯૬૭ના રોજ મતદાન યોજાયું હતું. જેમાં ૫૧૫૯૮૦ મતદારોમાંથી ૩૫૪૭૫૮ મતદારોએ પોતાના મતાઘિકારનો ઉપયોગ કર્યો હતો. થયેલ મતદાનમાંથી ૨૧૬૦૦ મતો અમાન્ય ઠર્યા  હતા. ઉમેદવારનું ભાવિ ૩૩૩૧૫૮ મતદારો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.   

વર્ષ- ૧૯૭૧માં ગાંઘીનગર સંસદીય મતવિસ્‍તારમાં પાંચમી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં ૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ચારમાંથી બે ઉમેદવારની ડિપોઝીટ જપ્‍ત કરાઇ હતી. આ ચાર ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે ૨૯૯૩૪૮ પુરૂષ અને ૨૬૦૬૦૮ મહિલા મળી કુલ- ૫૫૯૯૫૬ માંથી ૩૦૩૧૧૩ મતદારોએ પોતાના મતાઘિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી ૧૦૩૦૩ મતો અમાન્ય ઠરાયા હતા.    

      છઠ્ઠી લોકસભા સામાન્ય ચૂંટણીમાં ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી એકની ડિપોઝીટ જપ્‍ત થઇ હતી. આ ત્રણેય ઉમેદવારનું ભાવિ નક્કી કરવા માટે તા. ૧૬મી માર્ચ, ૧૯૭૭ના રોજ મતદાન યોજાયું હતું. મતદાનના દિને સંસદીય મત વિસ્‍તારના ૬૧૯૭૨૦ મતદારો માંથી ૩૯૪૬૯૯ મતદારોએ પોતાના મતાઘિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૨૧૭૮૪૩ પુરૂષ અને ૧૭૬૮૫૬ સ્‍ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં ૮૦૭૦ મતો અમાન્ય ગણવામાં આવ્યા હતા. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિવ્યાંકા ત્રિપાઠીનો થયો અકસ્માત, હાથનો એક્સ-રે પણ શેર કર્યો સોસિયલ મીડિયા પર
Next articleઅમદાવાદ ના સરખેજ વિસ્તારમાં એક બિલ્ડરે જમીન દલાલ પર કર્યું ફાયરિંગ