Home રમત-ગમત Sports ગમે તેટલી ટ્રોફી હારી જાઉં પણ હું હાર તો નથી જ માનવાનો...

ગમે તેટલી ટ્રોફી હારી જાઉં પણ હું હાર તો નથી જ માનવાનો : વિરાટ કોહલી

41
0

(GNS),17

હાલના સમયે વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમની કરોડરજ્જુ ગણાય છે. તે અનેક યુવા ક્રિકેટરોનો આદર્શ છે. કોહલીના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. તે મેદાનમાં જેટલો કમાલ કરે છે તેટલો જ કમાલ તે મેદાન બહાર પણ કરતો જોવા મળે છે. તાજેતરમાં જ વાયરલ થયેલા વીડિયોમાં તેની સ્પીચથી અનેક યુવાનોને મોટીવેશન મળ્યું છે. આ વીડિયોમાં તેની સ્પીચ સાંભળી તેના આટલા ચાહકો શા માટે છે અને શા માટે તેને કિંગ કહેવાય છે તે વાતનો ખ્યાલ આવી જાય છે. શુભ નામના એક યુઝરે ટ્વિટર પર કિંગ કોહલીનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કોહલીને સ્પીચ આપતો જોઇ શકાય છે. તમે તેને IPL મળતી તકો અને તેના અનુભવ વિશે બોલતો સાંભળી શકો છો. તે વીડિયોમાં કહે છે કે, હું 15 વર્ષથી IPL રમી રહ્યો છું અને હું હજી સુધી એક પણ વખત જીતી શક્યો નથી. પરંતુ આ બાબત મને દર વર્ષે ઉત્સાહિત થવાથી રોકતી નથી. હું આટલું કરી શકું છું. આ જ પ્રયાસ હું કરી શકું છું. તે વીડિયોમાં આગળ, વ્યક્તિએ કેવી રીતે હંમેશા પોતાની પાસેની તક વિશે વિચારવું જોઈએ અને હંમેશાં દરેક ખરાબ બાબતોની બીજી બાજુ હોય છે તે વાત સમજાવે છે. આ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે, કોઈ કારણોસર જ તે સાચે કિંગ કોહલી છે.

આ વીડિયો અપલોડ થયા બાદ તરત જ લાઈકનો વરસાદ થવા લાગ્યો હતો. થોડા સમયમાં જ વીડિયોને 36 હજારથી વધુ વ્યૂઝ મળી ગયા છે. અનેક ટ્વિટર યુઝરે રિએક્શન આપ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, તે શ્રેષ્ઠ છે. બીજા એક યુઝરે કહ્યું કે, આ માણસ મને ખૂબ પ્રેરણા આપે છે. સાચે જ કોઈ કારણસર કિંગ છે. થોડા સમય પહેલા પણ કોહલીનો એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયો કોહલીના ટીનએજ સમયનો છે. વીડિયોમાં કોહલીને તેના અસ્તવ્યસ્ત લૂકમાં જોઈ શકાય છે. વીડિયોમાં તે તેના લુકને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહેલા એક મિત્રથી પોતાના વાળને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વધુમાં કોહલીને સનગ્લાસ પહેરેલો જોઇ શકાય છે અને તેના વાળ સ્પાઇક્સમાં જેલનો ઉપયોગ કરીને સ્ટાઇલ કરવામાં આવ્યા છે. તેનો એક મિત્ર તેને કેમેરા સામે હોવાની જાણ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ વીડિયોમાં કોહલીને તેના વાસ્તવિક નિખાલસ સ્વભાવમાં જોઇ શકાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાએ પ્રથમ મુસ્લિમ મહિલા નુસરત જહાં ચૌધરીની ફેડરલ જજ તરીકે નિયુક્ત કરી
Next articleએશિઝમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવ 393/8 પર ડિક્લેર કર્યો, રૂટ 118ની સદી