Home રમત-ગમત Sports એશિઝમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવ 393/8 પર ડિક્લેર કર્યો, રૂટ 118ની સદી

એશિઝમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવ 393/8 પર ડિક્લેર કર્યો, રૂટ 118ની સદી

25
0

(GNS),17

શુક્રવારથી ઈંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ એશિઝ ટેસ્ટનો પ્રારંભ થયો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડના ટેસ્ટ એક્સપર્ટ બેટ્સમેન જો રૂટે તેની ટેસ્ટ કારકિર્દીની 30મી સદી ફટકારવાની સાથે અણનમ 118 રન કરીને ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. રૂટે જોની બેરસ્ટો (78) સાથે છઠ્ઠી વિકેટ માટે 121 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈંગ્લેન્ડે આશ્ચર્યજનક રીતે ટી સેશન બાદ 78 ઓવરમાં આઠ વિકેટે 393 રન પર પ્રથમ ઈનિંગ્સ ડિક્લેર કરી હતી. ઈંગ્લેન્ડે બેઝબોલ ક્રિકેટની રણનીતિ અપનાવી હતી અને ટેસ્ટમાં પાંચની રનરેટથી રન ફટકાર્યા હતા. ત્યારબાદ સમગ્ર દિવસ ફિલ્ડિંગ કરીને થાકેલી ઓસિ. ટીમને બેટિંગમાં ઉતરવાની ફરજ પાડવામાં આવી હતી. કાંગારૂ ટીમે ચાર ઓવરમાં 14 રન કર્યા હતા. વોર્નર આઠ રને જ્યારે ખ્વાજા ચાર રન કરીને રમતમાં હતો. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ઓપનર બેન ડકેટ (12)ની વિકેટ ચોથી ઓવરમાં જ ગુમાવી હતી. ત્યારબાદ અન્ય ઓપનર ઝેક ક્રોલી (61)એ ફિફ્ટી ફટકારતા ત્રીજા ક્રમે રમવા ઉતરેલી ઓલી પોપ (31) સાથે બીજી વિકેટ માટે 70 રનની પાર્ટનરશિપ કરી હતી.

લંચ સેશન સુધીમાં ઈંગ્લેન્ડે 26.4 ઓવરમાં ત્રણ વિકેટે 124 રન કર્યા હતા અને રૂટ 20 રને રમતમાં હતો. ત્યારબાદ હેરી બ્રુક બેટિંગમાં આવ્યો હતો અને તેણે 32 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન બેન સ્ટોક્સ (1) પણ ઝડપથી પેવેલિયન પરત ફરતા ટી સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર પાંચ વિકેટે 240 રહ્યો હતો. ટી બાદ રૂટે 66 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને 145 બોલમાં સદી પૂર્ણ કરી હતી. ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે ઓસ્ટ્રેલિયા સામે બર્મિંગહામમાં પ્રથમ એશિઝ ટેસ્ટમાં 145 બોલમાં સદી ફટકારી હતી. રૂટની ટેસ્ટ કારકિર્દીની આ 30મી સદી હતી. આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ડોન બ્રેડમેનના 29 ટેસ્ટ સદીના રેકોર્ડને પણ તોડ્યો હતો. રૂટે 131મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. ઈંગ્લેન્ડના નોટ્ટિંગહામ ખાતે તાજેતરમાં ચાકુ અને વાન હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ક્રિકેટને પસંદ કરતા બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો. બર્મિંગહામ ખાતે પ્રથમ એશિઝ ટેસ્ટના પ્રારંભે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ નોટ્ટિંગહામ હુમલાના મૃતકો માટે મેદાનમાં ઉભા રહીને બે મિનિટનું મૌન પાળ્યું હતું તેમજ કાળી પટ્ટી પહેરીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગમે તેટલી ટ્રોફી હારી જાઉં પણ હું હાર તો નથી જ માનવાનો : વિરાટ કોહલી
Next articleદૈનિક રાશિફળ (તા.૧૯-૦૬-૨૦૨૩)