રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૧૦.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૨૨.૧૦ સામે ૫૮૦૯૨.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૮૫૧.૧૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૮.૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦.૮૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૧૯૧.૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૨૫.૪૫ સામે ૧૭૩૦૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૨૦.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૩.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૨૯.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા તીવ્ર વ્યાજ દરમાં વધારાની નીતિને બ્રેક લાગવાના સંકેત સામે વૈશ્વિક મંદીના સંકેત વચ્ચે ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશો દ્વારા ક્રુડના ઘટતાં ભાવ અટકાવવા ઉત્પાદનમાં દૈનિક ૨૦ લાખ બેરલ કાપ મૂકવાના નિર્ણયે ક્રુડ ઓઈલના ભાવ વધી આવ્યા સાથે ઊભરતાં ઈક્વિટી બજારો બોટમની નજીક હોવાના મોર્ગન સ્ટેનલીના રીપોર્ટના છતાં ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશો દ્વારા ક્રુડના ઘટતાં ભાવ અટકાવવા ઉત્પાદનમાં દૈનિક ૨૦ લાખ બેરલ કાપ મૂકવાના નિર્ણયે પગલે ક્રુડ ઓઈલના ભાવ વધીને આવતા આજે ભારતીય શેરબજારમાં સાવચેતી જોવા મળી હતી. કોરોનાના લોકડાઉન પછી ભારતીય શેરબજાર તરફ રિટેલ ગ્રાહકો નવી નોધણી કરાવવા, નવા પબ્લિક ઇસ્યુમાં રોકાણ કરવા અને સ્ટોક એક્સચેન્જ ઉપર ટ્રેડીંગ કરવા માટે આકર્ષાયા હતા. બજારમાં એવી ચર્ચાઓ શરુ થઇ હતી કે વિદેશી ફંડ્સ ભલે વેચાણ કરે પણ રિટેલ ગ્રાહકોમાં વધી રહેલી જાગૃતતા અને શેરબજારમાં તેમના ટ્રેડીંગના જોરે ભારતીય બજારમાં સતત ખરીદી જોવા મળી રહેશે.
રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે ક્ડ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ઘટી રહ્યો છે અને સામે પક્ષે ડિમાન્ડ અકબંધ રહેવાથી મોંઘા ભાવે ક્રૂડ ખરીદવાની નોબત આવી રહી છે. મહામુસીબતે સ્થિર થયેલ અમેરિકામાં મોંઘવારી ભડકે ન બળે તે માટે વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધો દૂર કરવા કે ઘટાડવા અંગે વાઈટ હાઉસ વિચારણા કરી રહ્યું છે.અહેવાલ અનુસાર બાઈડેન સરકાર ટૂંક સમયમાં વેનેઝુએલા પરના પ્રતિબંધો ઘટાડી શકે છે, જેનાથી શેવરોન અને અન્ય તેલ કંપનીઓને ત્યાં તેલ ડ્રિલિંગ ફરી શરૂ કરવાની મંજૂરી મળશે. ઓપેક દેશોએ દરરોજ ૨૦ લાખ બેરલ ક્રૂડ પ્રોડકશનમાં ઘટાડો કરવાની જાહેરાત કર્યા બાદ અમેરિકા આ અંગે વિચારવા મજબૂર બન્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું કે પ્રતિબંધો હટાવવાથી વેનેઝુએલાથી યુએસ અને યુરોપમાં ક્રૂડની નિકાસ થઈ શકે છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, ઇન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ્યુનિકેશન, યુટીલીટીઝ, કેપિટલ ગૂડ્સ, કન્ઝ્યુમર ડયુરેબલ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૯ અને વધનારની સંખ્યા ૧૯૩૪ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશની ઈક્વિટીઝ માર્કેટમાં ફરી તેજીના પવન અને નવા રોકાણકારોની સંખ્યામાં સ્થિર વધારાને પગલે ઈક્વિટી વેપાર વોલ્યુમમાં જુનની નીચી સપાટીએથી સપ્ટેમ્બરમાં વધારો જોવા મળ્યો છે.બીએસઈ તથા એનએસઈ પર કેશ માર્કેટ સેગમેન્ટમાં સંયુકત દૈનિક સરેરાશ ટર્નઓવર રૂપિયા ૬૬૯૧૪ કરોડ રહ્યું હતું જે ઓગસ્ટની સરખામણીએ ૪.૩૦% વધુ હતું જ્યારે જુનના સ્તરની સરખામણીએ ૪૧% ઊંચુ હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે. જો કે વર્તમાન વર્ષના એપ્રિલમાં જોવા મળેલા રૂપિયા ૭૩૨૪૫ કરોડની સરખામણીએ સપ્ટેમ્બરનો આંક આઠ ટકા જેટલો નીચો રહ્યો હતો એમ પ્રાપ્ત આંકડા પરથી કહી શકાય છે. બીજી બાજુ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ)માં સંયુકત દૈનિક સરેરાશ ટર્નઓવર સપ્ટેમ્બરમાં રૂપિયા ૧૫.૩૦ ટ્રિલિયન સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ રહ્યું હતું. ઓગસ્ટની સરખામણીએ આ આંક ૧૨ ટકા વધુ રહ્યો છે જ્યારે જુનના સ્તરેથી ૩૭% ઊંચો છે. ભારતીય શેરબજારોમાં જુનની નીચી સપાટીએથી જોરદાર રિકવરીને પગલે રિટેલ રોકાણકારોના માનસમાં સુધારો થયો છે. ઓગસ્ટમાં દસ કરોડના આંકને આંબ્યા બાદ ડીમેટ ખાતાની સંખ્યા સપ્ટેમ્બરમાં વધીને દસ કરોડ છવીસ લાખ પર પહાંચી ગઈ હતી. બજારમાં ભારે વોલેટિલિટી છતાં પણ નવા રોકાણકારો ઉમેરાઈ રહ્યા છે અને તેઓ ખાસ કરીને મિડ-કેપ્સ તથા સ્મોલ કેપ્સમાં આક્રમક પોઝિશન ઊભી કરી રહ્યા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. ગયા મહિને ઈન્ડેકસમાં નકારાત્મક વળતર રહ્યું હોવા છતાં ઓકટોબરમાં રોકાણકારો સક્રિય હોવાનું જોવા મળી રહ્યું છે. અમેરિકન ફેડરલ રિઝર્વ ઉપરાંત આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધારા ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના સંકેતોને ભારતીય બજારો ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.