Home ગુજરાત પુત્ર કામ ધંધો કરતો ન હોઇ ખુદ પિતાનો કુહાડી વડે જીવલેણ હુમલો

પુત્ર કામ ધંધો કરતો ન હોઇ ખુદ પિતાનો કુહાડી વડે જીવલેણ હુમલો

24
0

જાફરાબાદના વારાહસ્વરૂપમા રહેતો એક યુવક કેાઇ કામ ધંધો કરતો ન હોય તેના પિતાએ કુહાડીના છ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા તેણે સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો. આ બારામા તેની સામે જાફરાબાદ મરીન પોલીસમા ફરિયાદ નોંધાવાઇ છે. અહી રહેતા જીવુબેન બાબુભાઇ સાખંટ (ઉ.વ.45) નામના મહિલાએ જાફરાબાદ મરીન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે

તેનો દીકરો રામભાઇ છેલ્લા ઘણા સમયથી મજુરી કામે જતો ન હોય અને કાંઇ કામ ધંધો કરતો ન હોય તેના પિતા બાબુભાઇ અવારનવાર તેને ટોકતા હતા. જો કે તેમ છતા આ યુવક કોઇ કામ ધંધો કરતો ન હોય તારીખ 3/10ના રોજ બપોરે રામ ઘરે સુતો હતો ત્યારે તેના પિતા બાબુભાઇએ તેની સાથે બોલાચાલી કરી કુહાડીના છ ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘટનાની જાણ થતા તેના માતા જીવુબેન સહિત લોકો ઘરે દોડી આવ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલીંબડીના ભલગામડામાં ગુજરાતના સૌથી ઊંચા 125 ફૂટના વિશાળ ત્રિશુલની ભવ્ય સ્થાપના કરાઇ
Next articleક્રુડ – ઓઈલના ભાવોમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!