(જી.એન.એસ),તા.૧૩
મુંબઈ,
સાઉથ આફ્રિકાના ક્રિકેટર ક્રિસ મોરિસને આઈપીએલમાં રમવાનો સૌથી મોટો ફાયદો માતા-પિતાના માથા પર રહેલું દેવું ચુકવવાથી થયો છે. આ સિવાય તેમની રમતથી એક રેકોર્ડ પણ બનાવ્યો છે. પોતાના દેશની ટીમમાં એક મજબુત સ્થિતિ પણ બનાવી લીધી છે. ક્રિસ મૉરિસની આઈપીએલમાં એન્ટ્રી 2013માં થઈ હતી, પરંતુ તે ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે આઈપીએલ 2021ના ઓક્શન રાજસ્થાન રોયલ્સે તેના પર 16.25 કરોડની બોલી લગાવી હતી. આ રકમે તેમને આ સીઝનના ઓક્શનમાં આઈપીએલનો સૌથી મોંધો ખેલાડી બનાવ્યો હતો.
આઈપીએલમાં ક્રિસ મૉરિસ પહેલી વખત ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતો જોવા મળ્યો હતો. ત્યારે સીએસકેએ તેમને 4 કરોડ 20 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. આ રકમનો ઉપયોગ ક્રિસ મૉરિસે તેના પિતાના એ સામાનને છુટો કર્યો જેમને તેના ક્રિકેટર બનવા માટે પિતાએ સામાન ગિરવે રાખ્યો હતો. ક્રિસ મૉરિસ ભલે હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રિટાયર થઈ ચૂક્યો છે પરંતુ આઈપીએલમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટથી એક ઈનિગ્સ મામલે રેકોર્ડ આજે પણ તેના નામે છે. આ કારનામું મોરિસે આઈપીએલ 2017માં દિલ્હી તરફથી રમતી વખતે પુણે સુપર જાયન્ટસ વિરુદ્ધ કર્યું હતુ. ત્યારે તેમણે 9 બોલમાં 4222.22ની સ્ટ્રાઈક રેટથી 28 રન બનાવ્યા હતા. ક્રિસ મૉરિસે આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેમણે 155.25ની સ્ટ્રાઈક રેટથી 618 રન બનાવ્યા છે. સાથે 95 વિકેટ પણ લીધી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રિસ મૉરિસે સાઉથ આફ્રિકા માટે 4 ટેસ્ટ , 42 વનડે અને 23 T20I રમ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.