Home રમત-ગમત Sports રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્લેઓફમાં પહોંચ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્લેઓફમાં પહોંચ્યું

18
0

(જી.એન.એસ),તા.૧૩

મુંબઈ,

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલામાં RCBએ MIને 7 વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ બેંગ્લોરને જીતવા 114 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને બેંગ્લોરની ટીમે 15 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આજની મેચમાં મુંબઈએ પહેલા બેટિંગ કરતા એસ સજનાના 30 અને હેલી મેથ્યુઝના 26 રનની મદદથી 113 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં મુંબઈની શબનીમ ઈસ્માઈલ, હેલી મેથ્યુઝ અને નેટ સાયવર-બ્રન્ટને એક-એક વિકેટ મળી હતી. એલિસ પેરીના 40 અને રિચા ઘોષના 38 રનની મદદથી બેંગ્લોરની ટીમે 15 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો અને આ અતિ મહત્વપૂર્ણ મેચમાં જીત મેળવી પ્લેઓફમાં જગ્યા બનાવી હતી, સાથે જ યુપી અને ગુજરાતને બહાર કર્યું હતું.

આ પહેલ બોલિંગમાં પણ બેંગ્લોરની એલિસ પેરીએ 4 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો. આ કોઈ પણ ખેલાડીનું WPL માં શ્રએસ્થ બોલિંગ પ્રદર્શન છે. પેરીની 6 વિકેટ ઉપરાંત સોફી મોલિનક્સ, આશા અને શ્રેયંકાને એક-એક વિકેટ મળી હતી. સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ સિઝનની આઠમી મેચમાં ચોથી જીત મેળવી હતી. આ મેચમાં જીતની હીરો એલિસ પેરી રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ જીત સાથે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. બેંગ્લોરના પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે જ છે અને તેમના 8 પોઈન્ટ છે. જ્યારે દિલ્હી પહેલા અને મુંબઈ બીજા ક્રમે છે. બંને ટીમો પહેલા જ પ્લેઓફમાં ક્વોલિફાય કરી ચૂકી છે. જ્યારે ગુજરાત અને યુપી હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleક્રિસ મોરિસએ આઈપીએલના પૈસાથી માતા-પિતાનું દેવું ચૂકવી દીધું
Next articleઓસ્ટ્રેલિયન બોલર એલિસા પેરીએ WPLમાં વિકેટો લઈને ઈતિહાસ રચ્યો