Home રમત-ગમત Sports IPL 2024 બહાર થયેલા 5 ખેલાડીઓમાં 2 ભારતીય ખેલાડી પણ છે સામેલ

IPL 2024 બહાર થયેલા 5 ખેલાડીઓમાં 2 ભારતીય ખેલાડી પણ છે સામેલ

11
0

(જી.એન.એસ),તા.૧૩

મુંબઈ,

આઈપીએલ 2024ની શરુઆત થવાને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. આઈપીએલ 2024માં પહેલી મેચ 22 માર્ચના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ અને આરસીબીની ટીમ વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન મહેન્દ્ર સિંહ ધોની અને આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે પરંતુ આઈપીએલ 2024 પહેલા શરુ થતાં પહેલા જ 5 સ્ટાર ખેલાડી બહાર થઈ ગયા છે. આ પાંચ ખેલાડીઓમાં 2 ભારતીય ખેલાડી સામેલ છે.

ગુસ એટકિન્સને આઈપીએલ 2024માં ન રમવાનો નિર્ણય લીધો છે. કારણ કે, ઈસીબીએ તેને વર્કલોડને મેનેજ કરવાનો નિર્ણય લીધો છે, કેકેઆરની ટીમે તેના સ્થાને દુષ્મંથા ચમીરાને ટીમમાં સામેલ કર્યો છે. ચમીરા આ પહેલા પણ આઈપીએલમાં રાજસ્થાન રોય્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ રહી ચૂક્યો છે. આઈપીએલ 2023માં તે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતો હતો. તેમણે 12 મેચમાં કુલ 9 વિકેટ પોતાને નામ કરી હતી.

કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્ટાર બેટ્સમેન જેસન રોય અંગત કારણોથી આઈપીએલ 2024માં ન રમવાનો નિર્ણય લીધો છે. ગત્ત સીઝનમાં ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરના રિપ્લેસમેન્ટ તરીકે સામેલ થયો હતો. આઈપીએલ 2023ની 8 મેચમાં તેમણે 285 રન બનાવ્યા છે. કેકેઆરની ટીમે તેને રિપ્લેસમેન્ટ તરીકે ફરી સૉલ્ટને સામેલ કર્યો છે. સૉલ્ટને 1.5 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે.

લખનઉ સુપર જાયન્ટસના સ્ટાર ફાસ્ટ બોલર માર્ક વુડ આઈપીએલ 2024થી બહાર થઈ ગયો છે. માર્કવુડ ઈંગ્લેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ છે. આ કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેમને પરવાનગી આપી નથી કારણ કે, જૂન મહિનામાં ટી 20 વર્લ્ડકપ રમાશે. ત્યારબાદ ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં વેસ્ટઈન્ડિઝ અને શ્રીલંકાની યજમાની કરશે. ખેલાડીને ઈજાથી બચાવવા માટે ઈસીબીએ આ નિર્ણય લીધો છે. માર્કવુડના સ્થાને લખનઉએ શમર જૌસેફને સામેલ કર્યો છે.

રાજસ્થાન રૉયલ્સનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા આઈપીએલ 2024થી બહાર થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં તેમણે સર્જરી કરાવી હતી. તેને રણજી ટ્રોફી દરમિયાન પણ ઈજા થઈ છે. તે ગત્ત વર્ષે પણ ઈજાને કારણે રમી શક્યો ન હતો. રાજસ્થાન રોયલ્સની ટીમે તેમને 10 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. તેની બ્રેસ પ્રાઈઝ 1 કરોડ રુપિયા હતી. તેમણે આઈપીએલમાં અત્યારસુધી કુલ 51 મેચમાં કુલ 49 વિક્ટ મેળવી છે.

ગુજરાત ટાઈટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આઈપીએલ 2024થી બહાર થઈ ગયો છે. હજુ તે ફિટ થયો નથી. ગત્ત મહિને શમીએ એક સફળતાપૂર્વક સર્જરી કરાવી હતી. શમીએ આઈપીએલ 2022 અને 2023માં ગુજરાત ટાઈટન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે ગુજરાત માટે કુલ 48 વિકેટ લીધી હતી. હજુ તેના રિપ્લેસમેન્ટની જાહેરાત થઈ નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleICCએ ટેસ્ટ બોલરની રેન્કિંગ જાહેર કરી, ટોપ 10માં 3 ભારતના બોલરનો સમાવેશ
Next articleક્રિસ મોરિસએ આઈપીએલના પૈસાથી માતા-પિતાનું દેવું ચૂકવી દીધું