રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૧૦.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૯૫૯.૮૫ સામે ૬૦૨૪૬.૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૨૪૬.૯૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૯.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૮૬.૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૭૪૬.૫૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૩૦.૨૦ સામે ૧૭૯૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૯૨૬.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૫.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૪.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૫૪.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં એક તરફ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો – લોકલફંડોએ ઓલ રાઉન્ડ તેજીનું તોફાન મચાવ્યું હતું. ફુગાવો જાન્યુઆરી થી માર્ચના ત્રિમાસિકમાં ટોચ પર પહોંચની શકયતા વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિટી કમિટી દ્વારા હવે આર્થિક વિકાસ પર ફોક્સ કર્યાના અહેવાલ વચ્ચે ઓટો, ઈન્ડસ્ટ્રિયલ્સ, કંઝ્યુમર ડ્રિક્શનરી અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં આક્રમક તેજીએ બીએસઇ સેન્સેક્સે ૬૦૫૦૦ પોઈન્ટની જ્યારે નિફ્ટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની મહત્વની સપાટી પાર કરી હતી. વૈશ્વિક મોરચે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા સહિત ઘણા દેશોના ચલણોના મૂલ્યમાં ઐતિહાસિક ધોવાણ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરી થઈ ડોલર વેચ્યાના અહેવાલ અને કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના બીજા ત્રિમાસિકના પરિણામોની એકંદર પોઝિટીવ અસર બજારમાં જોવાઈ હતી.
ગત સપ્તાહની વાત કરીયે તો હોલીડે મૂડ વચ્ચે ભારતીય શેરબજારોમાં વોલેટાલિટીભર્યા માહોલ વચ્ચે બજારના મુખ્ય ઈન્ડેક્સમાં અંદાજીત ૧%નો સુધારો નોંધાયો હતો. તો બીજી તરફ પસંદગીના ૩૦ સ્મોલકેપ શેરોમાં અંદાજીત ૩૧% સુધીનો વધારો નોંધાયો હતો. ગત સોમવારે મૂહૂર્તના દિવસે બજારમાં છેલ્લા ૧૪ વર્ષનો મોટો ઊછાળો નોંધાયા બાદ બાકીના દિવસોમાં વિવિધ પરિબળોના પગલે બજારમાં વોલેટાલિટી જોવા મળી હતી. વિવિધ પરિબળોમાં મુખ્યત્વે એફએન્ડઓ એક્સપાયરી, કંપની પરિણામ એફઆઈઆઈના કામકાજ સહિત વૈશ્વિક અહેવાલોનો સમાવેશ થાય છે. આમ વિતેલા સપ્તાહમાં વોલેટાલિટીના અંતે સેન્સેક્સમાં ૬૫૩ પોઈન્ટનો અને નિફ્ટી ૨૧૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, ઈન્ડસ્ટ્રિયલ્સ, કંઝ્યુમર ડ્રિક્શનરી, ટેલિકોમ્યુનિકેશન, આઈટી, હેલ્થકેર, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને કોમોડિટીઝ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૧ અને વધનારની સંખ્યા ૧૭૭૯ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ઊંચા ફુગાવાને લઈને વિશ્વભરની કેન્દ્રીય બેન્કો સતત ચિંતીત બની છે. પોતપોતાના દેશોમાં ઊંચા ફુગાવાને કાબુમાં લેવા વિશ્વના દેશોની કેન્દ્રીય બેન્કો છેલ્લા કેટલાક સમયથી વ્યાજ દરમાં વધારો કરી રહી છે. વ્યાજ દરમાં આક્રમક વધારાનો વધુ એક રાઉન્ડ હાલમાં શરૂ થયો છે. ફુગાવાને લઈને સમગ્ર વિશ્વ આજે ચિંતામાં છે. યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા ગત સપ્તાહે વ્યાજ દરમાં ૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો કરીને ૧.૫% પર લઈ જવાયો છે. ઈસીબીનો વ્યાજ દર વર્ષ ૨૦૦૯ બાદ સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વની આવતા સપ્તાહે મળી રહેલી બેઠકમાં પણ વ્યાજ દરમાં વધારો થવાની જોરદાર શકયતા છે.
અમેરિકામાં ફુગાવો ચાલીસ વર્ષની ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યો છે. ઊચા ફુગાવાને કારણે અમેરિકન ફેડરલ રિઝર્વે પણ સતત વધારો કરવાની કવાયત હાથ ધરી છે. બેન્ક ઓફ કેનેડાએ પણ બુધવારે વ્યાજ દરમાં ૦.૫૦નો વધારો જાહેર કર્યો હતો. સ્થાનીક સ્તરે પણ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ એ ૩ નવેમ્બરના ખાસ બેઠક બોલાવી છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી રિટેલ ફુગાવો સતત ૬%ની ઉપર રહ્યા કરે છે. સપ્ટેમ્બર માસનો ફુગાવો ૭.૪૧% આવ્યો હતો. ફુગાવાને કાબુમાં લેવા રિઝર્વ બેન્ક વર્તમાન વર્ષના મે માસથી સતત વ્યાજ દર વધારી રહી છે. મે માસથી અત્યારસુધીમાં રેપો રેટમાં અંદાજીત ૧૯૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરાયો છે આમ છતાં ફુગાવો નિયંત્રણમાં આવ્યો નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.