Home દુનિયા - WORLD કોરોનાવાયરસ ચેપના વધતા કેસોને ધ્યાને લઇ ચીનના શાંઘાઈ શહેરમાં અમુક ગતિવિધિઓ પર...

કોરોનાવાયરસ ચેપના વધતા કેસોને ધ્યાને લઇ ચીનના શાંઘાઈ શહેરમાં અમુક ગતિવિધિઓ પર પ્રતિબંધ

47
0

(જી.એન.એસ),તા.૨૮

ચીન

ચીન અત્યારે કોરોના વાયરસના કારણે સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. શરૂઆતથી જ મહામારીને નિયંત્રણ થઇ ગયું હતું પણ હવે અહીં કોરોનાવાયરસ ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ચીને તેના સૌથી મોટા શહેર શાંઘાઈમાં મોટાભાગની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. શાંઘાઈનું નાણાકીય કેન્દ્ર પુડોંગ જિલ્લો અને તેની આસપાસના વિસ્તારો સોમવારથી શુક્રવાર સુધી બંધ રહેશે, સ્થાનિક સરકારના જણાવ્યા અનુસાર, કારણ કે શહેર વ્યાપક કોવિડ -19 તપાસ શરુ છે. લોકડાઉનના બીજા તબક્કામાં શુક્રવારથી શહેરમાં પાંચ દિવસનું લોકડાઉન રહેશે.આ દરમિયાન સ્થાનિક લોકોએ ઘરમાં જ રહેવું પડશે. ઓફિસો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહેશે અને જાહેર પરિવહન સેવાઓ પણ સ્થગિત રહેશે. 2.6 કરોડની વસ્તીવાળા શહેરમાં પહેલેથી જ ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શાંઘાઈ ડિઝની પાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ચીનમાં આ મહિને દેશભરમાં 56,000 થી વધુ ચેપ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના ઉત્તર-પૂર્વ પ્રાંત જિલિનમાં નોંધાયા છે. શાંઘાઈમાં 47 નવા કેસ નોંધાયા હતા. ચીને વૈશ્વિક રોગચાળા સામે ‘ઝીરો ટોલરન્સ’ની વ્યૂહરચના અપનાવી છે, જેના કારણે જ્યારે કેસ વધે છે ત્યારે મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ જાય છે. ચીનમાં, 87 ટકા વસ્તીને કોવિડ -19 સામે રસી આપવામાં આવી છે. ચીનમાં કોરોના વાયરસની નવી લહેર પાછળ ઓમિક્રોન વેરિઅન્ટ હોવાનું માનવામાં આવે છે. ચીનના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે સંક્રમણથી સર્જાયેલી સ્થિતિ ગંભીર અને જટિલ છે. ચીનના અધિકારીઓએ કહ્યું કે દેશ કોરોના વાયરસના કારણે સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. ચીને શરૂઆતથી જ મહામારીને નિયંત્રણમાં રાખી છે. અમેરિકા અને યુરોપના ઘણા દેશો તમામ પ્રયાસો છતાં પણ સંક્રમણને કાબૂમાં કરી શક્યા નહોતા,ચીને ઝીરો કોવિડ પોલિસી ફોલો કરી છે. અહીંના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલના ચેપી રોગ નિષ્ણાત વુ જુન્યુએ પણ તાજેતરમાં કહ્યું હતું કે, ચીન શૂન્ય કોવિડ કોવિડ -19ના લક્ષ્યને અનુસરવા માટે કામ કરી રહ્યું છે. કારણ કે, કોવિડ-19ને રોકવા માટે આ સૌથી અસરકારક વ્યૂહરચના છે. આ સાથે રોગચાળાના છુપાયેલા ભયને દૂર કરવાનું શક્ય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપંજાબ રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન : ભગવંત માન
Next articleએસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ફિલ્મ જોવા કંગના રનૌત થઇ આતુર