Home મનોરંજન - Entertainment એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ફિલ્મ જોવા કંગના રનૌત થઇ આતુર

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ફિલ્મ જોવા કંગના રનૌત થઇ આતુર

58
0

(જી.એન.એસ),તા.૨૮

મુંબઈ

વિજયેન્દ્ર પ્રસાદ અત્યારે અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘સીતા- ધ ઈન્કાર્નેશન’ની પટકથા લખી રહ્યા છે. કંગનાના ફેન્સને જયારે પણ અભિનેત્રી કોઈ સહ કલાકાર કે બૉલીવુડ હસ્તીની પ્રશંસા કરી છે, ત્યારે ત્યારે તેમના મિક્સ્ડ રિએક્શન જોવા મળ્યા છે. અભિનેત્રી કંગના રનૌત એ વિજયેન્દ્ર પ્રસાદની મોટી ફેન છે. બોલીવુડની કવીન ગણાતી અભિનેત્રી કંગના રનૌત તેણીના વિવાદિત નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. કંગના રનૌતે તાજેતરમાં જણાવ્યું છે કે, તેણી આલિયા ભટ્ટની લેટેસ્ટ ફિલ્મ ‘RRR’ જોવા માટે ઉત્સાહિત છે. તેણીએ જણાવ્યું કે તે એસ.એસ. રાજામૌલી અને K. V. વિજયેન્દ્ર પ્રસાદ માટે પણ ખુબ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણની સાથે રામ ચરણ અને જુનિયર એનટીઆર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અમે તમને જણાવી દઈએ કે, અત્યારે RRR ફિલ્મ લોકોની ખુબ જ પ્રશંસા મેળવી રહી છે. એસ. એસ. રાજામૌલી અને કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લખાયેલ, આ તેલુગુ ભાષાની ફિલ્મમાં સુપ્રસિદ્ધ કલાકારો રામ ચરણ તેજા અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે, જેમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર જઈને ફિલ્મ માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. તેણીએ RRR ફિલ્મના વિશ્વવ્યાપી ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનને શેર કર્યું હતું અને કહ્યું કે તેણી આ ફિલ્મ જોવા માટે ખુબ જ આતુર છે. કંગના રનૌત ઈન્સ્ટાગ્રામ જેમાં કંગનાએ કેપ્શનમાં લખ્યું કે, “મારા સૌથી મનપસંદ લેખક + દિગ્દર્શક જેમને જોવા માટે હું રાહ નથી જોઈ શકતી…” અમે તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વિશ્વભરમાં તેની રિલીઝના પ્રથમ દિવસે રૂ. 223 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કલેક્ટ કર્યું હતું. કંગના અને વિજયેન્દ્ર પ્રસાદે ભૂતકાળમાં બે પ્રોજેક્ટ્સ પર સાથે કામ કર્યું છે. જેમાં મણિકર્ણિકા ઝાંસીની રાણી વર્ષ 2019માં અને વર્ષ 2021માં જયલલિતાની બાયોપિક થલાઈવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોનાવાયરસ ચેપના વધતા કેસોને ધ્યાને લઇ ચીનના શાંઘાઈ શહેરમાં અમુક ગતિવિધિઓ પર પ્રતિબંધ
Next articleફિલ્મ ‘KGF Chapter 2’ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે