Home ગુજરાત કોંગ્રેસમાં બાદશાહની ઓલાદને સત્તા, તેમને મુબારક ઔરંગઝેબ રાજ ઃ નરેન્દ્ર મોદી

કોંગ્રેસમાં બાદશાહની ઓલાદને સત્તા, તેમને મુબારક ઔરંગઝેબ રાજ ઃ નરેન્દ્ર મોદી

739
0

(જી.એન.એસ.) વલસાડ, તા.4
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. તેઓ વલસાડ જિલ્લા અને ડાંગ જિલ્લાની વિધાનસભા બેઠકોને આવરી લેતા મત વિસ્તાર માટે ધરમપુરના માલનપાડાના વિશાળ મેદાનમાં જાહેર સભા સંબોધી રહ્યા છે. મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, 9મી તારીખે આપ ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાના છો. નવમી તારીખે તમારે નક્કી કરવાનું છે કે જે લોકો ગુજરાતને એની પ્રગતિને ગુજરાત નામને ગુજરાતના કોઇ વ્યક્તિને ન સહન કરી શકે છે ન સ્વીકારી શકે છે. આવા લોકોને નવમી તારીખે એવી સજા કરવાની છે કે દેશ અને દુનિયામાં આ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે. બિહાર અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બંગાળને બદનામ કરતા નહોતા, એક માત્ર ગુજરાત એવું છે, કોંગ્રેસનો કોઇપણ માણસ દિવસમાં એકવાર ગુજરાતને ભાંડ્યા વગર તેમને ચેન નથી પડતો.
9મી તારીખે આપ ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાના છો. નવમી તારીખે તમારે નક્કી કરવાનું છે કે જે લોકો ગુજરાતને એની પ્રગતિને ગુજરાત નામને ગુજરાતના કોઇ વ્યક્તિને ન સહન કરી શકે છે ન સ્વીકારી શકે છે આવા લોકોને નવમી તારીખે એવી સજા કરવાની છે. કે દેશ અને દુનિયામાં આ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે. બિહાર અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બંગાળને બદનામ કરતા નહોતા, એક માત્ર ગુજરાત એવું છે, કોંગ્રેસનો કોઇપણ માણસ દિવસમાં એકવાર ગુજરાતને ભાંડ્યા વગર તેમને ચેન નથી પડતો.
આપણો ગુનો શું? સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાતના હતા એ આપણો ગુનો, દેશને એક કર્યો અને તમે કાશ્મિરની જવાબદારી લીધી તેનો પત્તો નથી પડતો. એ ગુજરાતના હતા એટલે તેમને પેટમાં દુખે છે. મોરરાજી દેસાઇએ ઇન્દિરા ગાંધી સામે વડાપ્રધાન પદનો દાવો કર્યો તો તેમનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. આપણા વલસાડ જિલ્લાનું સંતાન મોરરાજી દેસાઇને તમે જેલમાં પૂરી દીધા. ગુજરાત માટે આટલી બધી નફરત એટલે એકવાર ગુજરાતે આ લોકોને એવો પાઠ ભણાવવાનો છેકે દેશ અને દુનિયામાં ગુજરાતને બેઆબરુ કરવાનું બંધ કરો, આ ગુજરાત ક્યારેય કોઇની મહેરબાની જીવ્યું નથી અને જીવશે નહીં. તમારી ચાર પેઢી ગુજરાતને તહેસ નહેસ કરવા પ્રયાસ કર્યા પણ તેને ઉની આંચ આવી નથી, એ ગુજરાતની તાકાત છે.
કોંગ્રેસે લાજ શરમ છોડી દીધી છે. જે લોકો જમાનત પર હોય જેમણે કોર્ટે જમાનત આપી હોય, કેસ રજીસ્ટ્રાર કરવાનો હુકમ કર્યો હોય, કોંગ્રેસ પાર્ટી તેને અધ્યક્ષ બનાવવા માટે મજબૂર બને એનો અર્થ એ થાય કે કોંગ્રેસે દેવાળું ફૂંક્યું છે. તેની પાસે કંઇ બચ્યું છે. કોંગ્રેસમાં કેવા લોકો ઉપર આવવાના છે તેનો અણસાર આપે છે.
મણિશંકર અયૈરે આજે કહ્યું છેકે જહાંગીર કી જગા જબ શહાજહાં આયે તબ ઇલેક્શન હુઆ થા. ઓરંગજેબ આયે તબ ઇલેક્શન હુઆ થા. જો બાદશાહ હે ઉસકી ઓલાદ કો હી સત્તા મિલેંગી. કોંગ્રેસના નેતાઓ જાતે જ માને છે કે સત્તા પર આવવાનો મતલબ છે બાદશાહની ઓલાદ સત્તા પર આવવાનું છે. આ ઔરંગઝેબ રાજ તેમને મુબારક. અમારા માટે દેશ અને દેશવાસી મોટા છે અને એ જ અમારો હાઇકમાન્ડ છે. આ ચૂંટણીમાં વિકાસના મુદ્દા પર આપણે લોકો પાસે મત માગીએ છીએ. અમે 2007,2012ની ચૂંટણી યાદ કરો ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી ભાષણો એક જ મુદ્દા પર થતાં હતા કે ભાજપ કોમવાદી છે, માઇનોરિટીનો દુશ્મન છે. ભાજપ મુસલમાનોનો દુશ્મન છે.
2017માં ભાજપ કોમદવાદી છે તેવું ભાષણ નથી કર્યું. કોંગ્રેસે પણ સ્વિકારી લીધું છેકે ભાજપ કોમવાદી હોવાની વાત ખોટી હતી એ મુસ્લિમ વોટબેન્ક માટે હતી. કોંગ્રેસના જૂઠ્ઠાણાનો અસ્વીકાર કરવા માંડ્યો તો તેણે રંગરૂપ બદલવા માંડ્યા છે. લોકો સવાસેક્યુલર થવા માટે દોડતા હતા. ગુજરાતની તાકાત જુઓ જે લોકો 70 વર્ષથી આ દેશના સતને સ્વીકારી નહોતા તેઓને ક્યાં ક્યાં જવું પડે છે, ચપ્પલ ઘસી નાંખ્યા. ગુજરાતની જનતા ભોળી નથી કે તેને કોઇ છેતરી શકે. અપપ્રચાર, જૂઠ્ઠાણાના આધારે બદનામ કરવાની પેરવી ચાલી રહી છે, તેને આ ચૂંટણીમાં ગુજરાત કોઇ કાળે સાંખી લેવાનું નથી.
મોદીને 2019માં કંઇ કરી શકાય તેવું દેખાતું નથી. તમારી પાંચ-પાંચ પેઢી ઉત્તરપ્રેદશની અંદર પગ જમાવીને બેઠી હતી, એક પછી એક કુંટુબના પ્રધાનમંત્રીઓ ઉત્તર પ્રદેશમાંથી આવતા હતા. તેમને એવી ઓળખી ગઇ છેકે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સાફ થઇ ગઇ. તેમનું ક્યાંય ઉપજતું નથી એટલે ગુજરાતમાં મોદીને પાડી દો એટલે તેમની વાત બધા માનશે. એને ગુજરાત સ્વીકાર નહીં કરે. વિકાસની આડે આવનારાઓને ગુજારત માફ નહીં કરે.
ગુજરાતને વિંખી નાંખનાર, પીંખી નાંખનાર શક્તિઓને પરાજીત કરી છે અને આ ચૂંટણીમાં પણ એવું જ કરવાનું છે. 2014 સુધી મુખ્યમંત્રી હતો, હવે તમે મને દિલ્હી મોકલ્યો. આટલા વર્ષ સુધી ગુજરાતની સેવા કરવાનો મોકો મળ્યો. તમે ક્યારેય વાંચ્યું કે મોદી આટલું લઇ ગયા, તેમના પરિવારમાંથી કોઇ આટલું લઇ ગયા, અમારા જમાઇ લઇ ગયાં એવું વાંચ્યું છે ખરું, ત્યાંથી કોયલા, 2જી, હેલિકોપ્ટર, સબમરિન વિગેરમાં લાખોના ગોટાળા છાપામાં આવતા હતા. જ્યારથી મોદી બેઠા છે, ત્યારથી એવા સમાચાર આવે છેકે મોદી કેટલા આવ્યા એ તો કહો.
મોદી એક મીનિટ પણ તેમને સહન થાય તેમ નથી. તેમને ખબર છેકે નોટબંધી એટલા માટે કરી કે જેમણે ગરીબોનું લૂટ્યું છે તેના પર મોદીએ રાતોરાત તરાપ મારી. આખી કોંગ્રેસ નોટબંધીના કારણે દુઃખી છે, મોદીથી પરેશાન છે. કોંગ્રેસનો કમાઉ દીકરો ગયો છે, એટલે હજુ આસું નથી સુકાતા. મોદી લૂંટી ગયા, મોદીએ પડાવી લીધું. જેમણે આ દેશના ગરીબોને લૂંટ્યા છે, તે બધા લખી રાખો આ મોદી છે, બધુ કઢાવીને રહેવાનો છે અને ગરીબોને આપીને રહેવાનો છે. દેશના પાઇ પાઇ પર દેશના આદિવાસી, દલિતો, ગરીબો અને ખેડૂતોનો હક છે.
આપણા ગુજરાતમાં આદિવાસી માટે ભણવામાં આરક્ષણ પણ મને આખાત લાગ્યો કે ઉમરગામથી અંબાજી આખા આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાનની શાળા જ નહોતી. આ રીતે કોંગ્રેસે દેશ ચલાવ્યો હતો. જો શાળા ન હોય તો મારો આદિવાસી દિકરો કે દીકરી મેડિકલમાં ક્યાંથી. અમે આવ્યા જોયું તાલુકે તાલુકે વિજ્ઞાનની શાળા શરૂ કરીશું અને તેમના વિકાસ માટે કામ કરીશું. ભાજપે મોદીને પ્રધાનમંત્રીને બનાવ્યા, મે નક્કી કર્યું કે તેમને બંધારણીય દરજ્જો આપીશું. કોંગ્રેસ પાસે જવાબ માગો કે સાંસદની અંદર અમે બીલ લાવ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ સાંસદમાં બંધારણીય સુધારો ન થવા દીધો, રાજસભામાં અટકાવી દીધું. તમારા હકો લૂંટનાર કોંગ્રેસને સજા થવી જોઇએ. મોદીએ જણાવ્યું કે પહેલા વાંસ કાપવા માટે જેલમાં જવું પડતું હતું પરંતુ અમે કાયદો લાવ્યા છીએ કે વાંસ ઝાડ નહીં પણ ઘાસ છે જેથી આદિવાસી તેને કાપી પણ શકશે અને બજારભાવે તેને વહેંચી પણ શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી ઃ રાહુલે ભર્યું નોમિનેશન, 5મીએ બનશે કોંગ્રેસના પ્રમુખ..
Next articleશંકર ચૌધરી ડીપ્લોમા પછી સીધા માસ્ટર, તો સ્નાતકની પરીક્ષા ક્યારે આપી?