Home ગુજરાત કોંગ્રેસના સમયમાં દેશમાં બે બંધારણ અને બે ઝંડા હતા, મેં કાશ્મીરમાં ત્રિરંગો...

કોંગ્રેસના સમયમાં દેશમાં બે બંધારણ અને બે ઝંડા હતા, મેં કાશ્મીરમાં ત્રિરંગો ધ્વજ લહેરાવીને સરદાર સાહેબનું સપનું પૂરું કર્યું: વડાપ્રધાન મોદી

21
0

(જી.એન.એસ) તા. 2

આણંદ,

લોકસભા ચૂંટણીને લઈ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન ગુરુવારે પી એમ મોદીએ આણંદમાં એક ભવ્ય જનસભા ને સંબોધિ હતી, આ જનસભામાં ખૂબ મોટું માનવ મહરામણ ઊમટ્યું હતું, આણંદમાં જનસભ્યનું સંબોધન કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને તેમના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધી આકરા પ્રહાર કર્યા હતા. પી એમ  મોદીએ કહ્યું, કોંગ્રેસના સમયમાં દેશમાં બે બંધારણ અને બે ઝંડા હતા. મેં કાશ્મીરમાં ત્રિરંગો ધ્વજ લહેરાવીને સરદાર સાહેબનું સપનું પૂરું કર્યું, કોંગ્રેસના રાજકુમાર માટે તો પાકિસ્તાનમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. અત્યારે તો પાકિસ્તાનના આતંકવાદનું ટાયર પંચર થઈ ગયું છે. જેના હાથમાં એક સમયે બોમ્બ હતો હવે તેના હાથમાં ભીખ માંગવાનો વાટકો છે.

ઇન્ડી ગઠબંધન અને કોંગ્રેસ પર કટાક્ષ કરતાં વડાપ્રધાનશ્રી એ કહ્યું હતું કે, કોંગ્રેસની નબળી સરકાર આતંકવાદના માસ્ટરોને ડોઝિયર આપતી હતી અને મોદીની મજબૂત સરકાર ડોઝિયરમાં સમય બગાડતી નથી. આ સરકાર આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારી નાખે છે. આપ સૌ તો જાણતા જ હશો કે પાકિસ્તાનમાં કોંગ્રેસના રાજકુમાર માટે નમાજ પઢવામાં આવી રહી છે. પાકિસ્તાનને દેશમાં મજબૂત સરકાર નથી જોઈતી તેને એક નબળી સરકાર જોઈએ છે જે તેને ડોઝિયર આપી શકે. કોંગ્રેસના ઢંઢેરામાં મુસ્લિમ લીગની ઝલક છે. અગાઉ કોંગ્રેસની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. જ્યારથી મોદીએ ગરીબોની પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારથી ગરીબોને કોંગ્રેસનું ચરિત્ર ખબર પડી અને કોંગ્રેસ છોડી દીધી. મોદી ગરીબોને ઘર આપે છે. તે માત્ર કાયમી મકાનો જ નથી આપતું તે સપનાને નવી ઉડાન પણ આપે છે. PM મોદીએ કહ્યું કે સદીઓ પછી ગરીબોને તેમનું સ્થાન મળ્યું છે.

વડાપ્રધાનશ્રી એ જનસભામાં લોકને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે ક્યારેય SC-STની પરવા કરી નથી. કોંગ્રેસે OBC સમુદાયના દરેક પ્રસ્તાવને ફગાવી દીધો. કોંગ્રેસે આદિવાસી સમાજ માટે મંત્રાલય પણ બનાવ્યું નથી. PM મોદીએ કહ્યું કે પાછલા વર્ષોમાં મુસ્લિમો કોંગ્રેસની સૌથી મોટી વોટ બેંક રહી છે. કોંગ્રેસે તેમની ખૂબ કાળજી લીધી છે. આથી કોંગ્રેસ બંધારણ બદલવા માંગે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મુસ્લિમોને અનામતમાં SC-ST-OBCનો હિસ્સો આપવા માંગે છે. એટલા માટે આ મોદીની ગેરંટી છે ધર્મના આધારે કોઈને અનામત નહીં મળે.

પી એમ મોદી કહ્યું હતું કે, મોદીની મજબૂત સરકાર ન તો ઝૂકે છે અને ન અટકે છે. માત્ર ભારત જ વિશ્વના વિકાસને વેગ આપી શકે છે. દુનિયામાં ઝઘડા થાય છે. ભારતને વિશ્વ મિત્ર તરીકે વિવાદો ઉકેલવા માટે આહ્વાન કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાબરકાંઠાના વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત, ત્રણ લોકોની હાલત ગંભીર
Next articleઅમદાવાદમાં વકીલે પ્રેમિકાથી કંટાળીને શરીર પર પેટ્રોલ છાંટી આપઘાત કર્યો