Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં વકીલે પ્રેમિકાથી કંટાળીને શરીર પર પેટ્રોલ છાંટી આપઘાત કર્યો

અમદાવાદમાં વકીલે પ્રેમિકાથી કંટાળીને શરીર પર પેટ્રોલ છાંટી આપઘાત કર્યો

18
0

(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે આપઘાત કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તે અત્યંત ચિંતાજનક બાબત છે, તેવોજ એક આઘાતજનક કિસ્સો સેટેલાઈટ વિસ્તારના શિવ રંજની ચાર રસ્તા પાસે બન્યો હતો જેમાં એક વકીલે પ્રેમિકાથી કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો.

મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજની ચાર રસ્તા પાસે શરીર પર પેટ્રોલ છાંટી આપઘાત કર્યો હતો. આ અંતિમ પગલું ભરતા પહેલા વકીલે એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, તેની પ્રેમિકા પૈસા પડાવીને તેને બ્લેકમેલ કરતી હતી. રન્નાપાર્કમાં રહેતો 35 વર્ષીય ભાગ્યેશ સાધુ મેટ્રો કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. 28 એપ્રિલે ભાગ્યેશ કોર્ટમાં જવાનું કહી નીકળ્યો હતો. દરમિયાન સાંજે તે શિવરંજની ચાર રસ્તા પાસે શરીર પર પેટ્રોલ છાંટી સળગી ગયો હતો, જેથી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં 30 એપ્રિલે તેનું મૃત્યુ થયું હતું.

ભાગ્યેશના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડે જુઠ્ઠો પ્રેમ અને શારીરિક સંબંધો બનાવ્યા અને હવે મારી સાથે કૂતરા જેવો વ્યવહાર કરે છે, ખોટા આરોપો લગાવે છે અને ઘણો ખર્ચ કરે છે. સુસાઇડ નોટના આધરે ભાગ્યેશના પિતાએ ભાગ્યેશની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મણિનગરમાં રહેતી યુવતી વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે આ યુવતીએ અગાઉ ભાગ્યેશ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસના સમયમાં દેશમાં બે બંધારણ અને બે ઝંડા હતા, મેં કાશ્મીરમાં ત્રિરંગો ધ્વજ લહેરાવીને સરદાર સાહેબનું સપનું પૂરું કર્યું: વડાપ્રધાન મોદી
Next articleવડોદરા પોલીસ ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લાલચ આપીને ઠગાઈ કરનારને પકડી પડ્યો