Home દેશ - NATIONAL કેરલમાં થયો અકસ્માત, બે બસની ટક્કર થતાં 9 લોકોના મોત, 38 લોકો...

કેરલમાં થયો અકસ્માત, બે બસની ટક્કર થતાં 9 લોકોના મોત, 38 લોકો થયા ઘાયલ

33
0

કેરલમાં આજે સવાર સવારમાં બે બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. કેરલના પલક્કડ જિલ્લાના વડક્કનચેરીમાં કેરલ રાજ્ય પરિવહન નિગમની બસ સાથે એક ટૂરિસ્ટ બસ અથડાઈ હતી. જેમાં 9 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 38 લોકો ઘાયલ થઈ ગયા છે. જેની જાણકારી રાજ્યમંત્રી એમબી રાજેશે આપી છે. પર્યટક બસે કંટ્રોલ ખોઈ દીધું અને એક કાર ઓવરટેક કરતી વખતે કેએસઆરટીસી બસની પાછળના ભાગે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.

કંટ્રોલ ખોયા બાદ પર્યટક બસ પાસેના કિચડમાં જઈને પડી. દુર્ઘના વાલયાર-વડક્કનચેરી રાષ્ટ્રીય રાજમાર્ગ પર અંજુમૂર્તિ મંગલમ બસ સ્ટોપ પાસે થઈ હતી. ગુરુવારની રાતે લગભગ એક કલાક બાદ થયેલી આ દુર્ઘટનામાં 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 28 લોકોને મામૂલી ઈજા થઈ હતી. પર્યટક બસમાં 41 વિદ્યાર્થીઓ, 5 શિક્ષક અને બે કર્મચારીઓ સવાર હતા. કેએસઆરટીસી બસમાં 49 મુસાફરો સવાર હતા.

મૃતકોમાં કેએસઆરટીસી બસના ત્રણ અને પર્યટક બસના પાંચ યાત્રી સામેલ છે. છ પુરુષો અને ત્રણ મહિલાઓના મોત થયા છે. મૃતકોમાં ત્રિશૂરના કેએસઆરટીસી યાત્રી રોહિત રાજ અને કોલ્લમના ઓ અનૂપ અને સ્કૂલ કર્મચારી નૈન્સી જોર્જ અને વીકે વિષ્ણુ સામેલ છે. પોલીસે જાણકારી આપી છે ક, દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરપ્રદેશમાં રામલીલામાં મુસ્લિમ યુવક બુરખો પહેરીને ઘુસ્યો, સંદિગ્ધ હાલતમાં ફરતો ઝડપાયો
Next articleમોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવનારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડ સુવિધાની કરી જાહેરાત