Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશમાં રામલીલામાં મુસ્લિમ યુવક બુરખો પહેરીને ઘુસ્યો, સંદિગ્ધ હાલતમાં ફરતો ઝડપાયો

ઉત્તરપ્રદેશમાં રામલીલામાં મુસ્લિમ યુવક બુરખો પહેરીને ઘુસ્યો, સંદિગ્ધ હાલતમાં ફરતો ઝડપાયો

41
0

ઉત્તર પ્રદેશ બરેલીના બહેડીમાં રામલીલા દરમિયાન બુરખાધારી સંદિગ્ધ યુવકને પકડી પાડ્યા બાદ માહોલ ગરમાયેલો છે. યુવક બહેડીમાં 164 વર્ષથી ચાલી આવતા શ્રી રામ લીલા દરમિયાન સંદિગ્ધ હાલતમાં ફરતો ઝડપાયો હતો. મેળમાં ચાલી રહેલી તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. લોકોએ જ્યારે શંકાના આધાર પર તેની સાથે પૂછપરછ કરી તો, તે કોઈ જવાબ આપવાની જગ્યાએ ભાગવા લાગ્યો હતો. તે જેવી રીતે ભાગ્યો તેનાથી લોકોને શંકા વધુ ઉપજી.

લોકોએ તેને ચારેતરફથી ઘેરી લીધો. ત્યાર બાદ તેને બુરખો હટાવા કહ્યું. જેવો બુરખો હટાવ્યો, તો અંદરથી યુવક નિકળ્યો. મેળામાં આવેલા લોકોને તેને બરાબરનો માર્યો. આ ઘટનાની જાણ થતાં પોલીસ આ યુવકને ઉઠાવી કસ્ટડીમાં લઈ ગઈ. લોકોને ત્યાંથી દૂર કર્યા. મેળાની જ ધર્મશાળામાં તેને બંધ કરી દેવામાં આવ્યો. પૂછપરછ શરુ કરી તો તેને પોતાનું નામ બતાવાની ના પાડી.

પોલીસે વારંવાર પુછ્યું પણ તે એક જ વાત લઈને બેઠો હતો કે, અલ્લાહની મરજીથી આવ્યો છું. જો અલ્લાહ ઈચ્છે તો તેને સજા મળશે. યુવકે કહ્યું કે, મારા રબની મરજી નહીં હોય, તો દુનિયામાં કોઈની હિમ્મત નથી કે, મને સજા આપી શકે. મેળામાં ફરી રહેલો આ યુવક પકડાયા બાદ પણ તેના ચહેરા પર કોઈ જાતનો ડર નહોતો. પોલીસ સ્ટેશને લઈ જવા માટે તેને ઈ રિક્ષામાં બેસવા માટે કહ્યું, તો તેણે કહ્યુ કે, હું ચાલતો આવીશ.

પોલીસનું બાઈક ચલાવા માટે પણ કહેવા લાગ્યો. તેની આવી હરકતને લઈને કેટલાય સવાલો ઊભા થાય છે. કોઈ તેની માનસિક સ્થિતિ પર સવાલો કરે છે, તો વળી અમુક લોકો તેના મનમાં શું ચાલી રહ્યું છે, તેને લઈને સવાલો કરી રહ્યા છે. મેળામાં આવતા લોકોએ આ યુવકે પકડ્યા બાદ સુરક્ષા પર પણ સવાલો ઊભા થયા છે.

લોકોનું કહેવું છે કે, આટલી વ્યવસ્થા છતાં પણ આ અંદર ઘુસી આવ્યો. આ પ્રકારની ઘટનાઓ શ્રદ્ધાળુઓમા ડર ઊભો કરે છે. પોલીસ સામે લોકોએ માગ કરી છે પકડાયેલા યુવકનો ઈરાદો શું હતો, તે જાણવામાં આવે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સાથે જ તેના વિશે વધુ જાણકારી એકઠી કરવામાં આવી રહી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસ નેતાએ દ્રૌપદી મુર્મૂને લઈને આપ્યુ વિવાદીત નિવેદન, કોંગ્રેસ નેતાના નિવેદનથી થયો હોબાળો
Next articleકેરલમાં થયો અકસ્માત, બે બસની ટક્કર થતાં 9 લોકોના મોત, 38 લોકો થયા ઘાયલ