Home દેશ - NATIONAL કિઆરા અને મુસ્તફાની જોડી લોકોને ધીરે ધીરે પસંદ આવી, મશીન ફિલ્મે કરી...

કિઆરા અને મુસ્તફાની જોડી લોકોને ધીરે ધીરે પસંદ આવી, મશીન ફિલ્મે કરી 75 ટકા કમાણી

415
0

(જી્.એન.એસ), તા.૧૦
મશીન ફિલ્મ ભલેખાસ ચાલી નહીં પરંતુ તેણે ફ્રેશ જોડી સાથે ફિલ્મની રજૂઆત પહેલાં જ 75 ટકા કમાણી કરી લીધી હતી.
ફિલ્મ નિર્દેશક તરીકે અબ્બાસ-મસ્તાનનું નામ ખૂબ જ જાણીતું છે. તેમણે બાઝીગર, ઐતરાઝ, રેસ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી છે. તે ઉપરાંત તેમની સૌથી ચર્ચિત ફલ્મ કીસ કીસ કો પ્યાર કરૂ દર્શકોને ખાસ પસંદ આવી ન હતી . પરંતું તેમની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ’મશીન’માટેના રિપોર્ટ નકારાત્મક હતા. પરંતુ ધીરે ધીરે મુસ્તફા અને કિઆરાની જોડી દયુવાનોને પસંદ આવીહતી ખાસ કરીને તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્તનું રિપ્રાઇઝ વર્ઝન. હાલમાં એવા રીપોર્ટ્સ હતાકે આ ફિલ્મે 75 ટકા કમાણી કરી લીધી છે અને હવે તે બોનસરૂપી કમાણી મેળવી રહી છે.
કોઈ પણ નવોદિત કલાકાર સાથેની ફિલ્મનું નિર્માણ કરવું એ નિર્માતા માટે ખુબ જ મોટો પડકાર સાબિત થતો હોય છે. નવોદિત કલાકાર કોઈ સ્ટારસન કે સ્ટારડોટર હોય તો નિર્માતા અડધીબાજી એમ જ જીતી જતો હોય છે. એવું જ કઈંક ગત 17 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘મશીન’ સાથે બન્યું છે. ફિલ્મમાં રોનિત રોય સિવાય કોઈ જ જાણીતો ચેહરો નહોતો. ફિલ્મના દિગ્દર્શક અબ્બાસ-મસ્તાન છે અને તેમની નામના પ્રમાણે તેમણે આ ફિલ્મ એક રોમેન્ટિક થ્રિલર બનાવી છે. અબ્બાસભાઈના પુત્ર મુસ્તુફાએ આ ફિલ્મ દ્વારા પદાર્પણ કર્યું હતું અને તેની સાથે આ ફિલ્મમાં કીઆરા અડવાણીએ જોડી જમાવી.
ફિલ્મના મેકર દૂંરદેશીતાવાપરે તો મોટા નુકસાનથી બચી શકે તેનું ઉદાહણ આ ફિલમ છે. આ ફિલ્મ તૈયાર થઈને થિયેટરમાં રજુ થાય એ અગાઉ જ નિર્માતાઓએ 17 કરોડના બજેટથી બનેલી ફિલ્મનાં 75 ટકા તો સેટેલાઇટ અને ડિજિટલ રાઇટ્સ વેચીને 12 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી લીધી હતી. થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મને ધીરે-ધીરે સારો પ્રતિસાદ મળ્યો હતો જેના કારણે નિર્માતાઓને વધારાની કમાણી થઇ હતી. એક બાહોશ નિર્માતાને આનાથી વધારે શું જોઈએ?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસલમાન ખાન ઇચ્છે છે કૈટરીના આમિરની ઠગ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરે !
Next articleઝારખંડમાં ટેક્સ ફ્રી થઇ વિદ્યા બાલનની ફિલ્મ ‘બેગમ જાન’