Home દેશ - NATIONAL કાશ્મીરમાં આતંકવાદીઓ ટીવી અભિનેત્રીને ટાર્ગેટ બનાવી કર્યું ફાયરિંગ

કાશ્મીરમાં આતંકવાદીઓ ટીવી અભિનેત્રીને ટાર્ગેટ બનાવી કર્યું ફાયરિંગ

42
0

(જી.એન.એસ),તા.૨૬
જમ્મુકાશ્મીર


કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. આ હુમલામાં અભિનેત્રીને ટાર્ગેટ બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળી વાગવાથી અભિનેત્રીનું મોત થયું છે. તેની 10 વર્ષની ભત્રીજાને પણ ગોળી વાગી છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલાવરોની શોધખોળમાં સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિસ્તારના તમામ એન્ટ્રી અને એક્ઝિટ દ્રારા સુરક્ષાબળોએ બંધ કરી દીધા છે. જમ્મૂ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર 7:55 વાગે આતંકવાદીઓએ બડગામના ચદૂરામાં આમરીન ભટના ઘરે ગોળીબારી કરી હતી. જેમાં તેમને ગોળી વાગી હતી. અફરા તફરીમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. તેના 10 વર્ષના ભત્રીજાને પણ હાથમાં ગોળી વાગી છે. પોલીસે કહ્યું કે ‘આ જઘન્ય અપરાધમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરના ત્રણ આતંકવાદી સામેલ છે. વિસ્તારની ઘેરાબંધી કરી શોધખોળ શરૂ કરવામં આવી છે. ‘અમરીનના મોત પર જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ દુખ વ્યક્ત કર્યું છે. કલમ 370 હટાવ્યા બાદ માહોલમાં આવેલા ફેરફાર, સુરક્ષા સ્થિતિમાં સુધારા અને ઉપ રાજ્યપાલ વહીવટી તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલી પ્રથમ ફિલ્મી નીતિના લીધે જમ્મૂ કાશ્મીરમાં ફિલમ શૂટીંગ માટે ઘણા નિર્માતા પહોંચી રહ્યા છે. ફિલ્મ નીતિ જાહેર કર્યાના એક વર્ષથી ઓછા સમયમાં 120 થી વધુ ફિલ્મોને શૂટીંગની પરવાનગી આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલીપ જોશીએ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું અને આજે છે કરોડપતિ
Next articleભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં 6 આતંકીઓને 2 દિવસમાં જ કર્યા ઠાર