Home મનોરંજન દિલીપ જોશીએ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું અને આજે છે...

દિલીપ જોશીએ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું અને આજે છે કરોડપતિ

45
0

(જી.એન.એસ),તા.૨૬
મુંબઈ
દિલીપ જોશી આજે ટેલિવિઝનના પ્રખ્યાત અભિનેતા છે. ટીવી સિવાય તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિલીપને પ્રસિદ્ધિ મળી અને પૈસા કમાયા, પણ વર્ષો પહેલા એવું નહોતું. આજે એક એપિસોડ માટે લાખો રૂપિયા લેનાર દિલીપ જોશી એક સમયે માત્ર 50 રૂપિયામાં કામ કરવા તૈયાર થઈ જતા હતા. દિલીપ જોશીને લોકો જેઠાલાલનાં નામેથી વધુ ઓળખે છે. લાંબા સમયથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરી ઘરે ઘરે ‘જેઠાલાલ ચંપકલાલ ગડા’નાં નામે પ્રખ્યા દિલીપ જોશીનો જન્મ 26 મે 1968માં ગુજરાતનાં પોરબંદરમાં થયો હતો. આ કોમેડી સીરિયલથી દિલીપ જોશીનું ખુબજ નામ થયું. એક દાયકાથી પણ વધુ સમયથી ચાલી રહેલી આ કોમેડી ટીવી શોનો સાથ દર્શકો સાથે દિવસે દિવસે વધુ ગાઢ બનતો જઇ રહ્યો છે. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા દિલીપ જોશીએ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. આ માટે તેને દરરોજ માત્ર 50 રૂપિયા મળતા હતા. દિલીપ જ્યારે ભારે સંઘર્ષ બાદ મુંબઈ પહોંચ્યો ત્યારે તેણે કામ મેળવવા માટે ઘણી મહેનત કરી. તેણીએ 1989માં સલમાન ખાન અને ભાગ્યશ્રી અભિનીત ફિલ્મ મૈંને પ્યાર કિયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં રામુ નામના પાત્રની નાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પછી દિલીપ જોશીને કામ મળવા લાગ્યું. ‘હમરાજ’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘ખિલાડી 420’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ દરમિયાન ટીવી શોમાં પણ કામ કરતા રહ્યાં. પરંતુ દિલીપ જોશીને અસલી ઓળખ ત્યારે મળી જ્યારે તેમને વર્ષ 2008માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ મળ્યું. આ પછી તેમની સફળતા વિશે કોઈને કહેવાની જરૂર નથી. આજની તારીખમાં, તે આ શોના સૌથી પ્રિય કલાકાર છે. દિલીપ એટલાં મજેદાર કલાકાર છે કે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ ‘મા કસમ દિલીપ જોશી’ રાખ્યું છે. દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા ભજવવા માટે એક એપિસોડના દોઢથી બે લાખ રૂપિયા લે છે. દિલીપની કુલ સંપત્તિ 20 કરોડથી વધુ છે. લગભગ 80 લાખની કિંમતની Audi Q7 કારના માલિક દિલીપને લક્ઝરી વાહનોનો ખૂબ જ શોખ છે. દિલીપ જોશીના અંગત જીવનની વાત કરીએ તો તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. એક પુત્ર રિત્વિક જોશી અને પુત્રી નીતિ જોષી છે જેનાં લગ્ન થોડા સમય પહેલાં જ થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમ્મુકાશ્મીર યાસિન મલિકને સજા થયા બાદ સેનાને હાઈ અલર્ટ રાખવા, સેનાની તમામ રજાઓ થઇ રદ્દ
Next articleકાશ્મીરમાં આતંકવાદીઓ ટીવી અભિનેત્રીને ટાર્ગેટ બનાવી કર્યું ફાયરિંગ