Home મનોરંજન - Entertainment કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અભિનેત્રી હેલી શાહે લોકોને મંત્રમુગ્ધ કર્યા

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અભિનેત્રી હેલી શાહે લોકોને મંત્રમુગ્ધ કર્યા

60
0

(જી.એન.એસ),તા.૨૫
લોસએન્જલસ
હેલી શાહનો જન્મ અમદાવાદમાં થયો હતો. હેલી એક ટ્રેઈન્ડ ડાન્સર છે, તેણે ઝલક દીખલાજામાં પણ ભાગ લીધો હતો. હેલી જ્યારે ધોરણ ૮માં અભ્યાસ કરી રહી હતી, ત્યારે જ તેણે ડેબ્યૂ કર્યું હતું. હેલીએ ૨૦૧૦માં સ્ટાર પ્લસના શો ગુલાલથી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય ૧૬ વર્ષની ઉંમરે હેલીને લાઈફ ઓકેની સીરિયલ લક્ષ્મી-હમારી સુપર બહુમાં લીડ રોલ મળ્યો હતો. તસવીરોમાં અભિનેત્રીએ ઓફ-વ્હાઈટ કલરનું કોટ-પેન્ટ પહેર્યું છે. જેના પર સિલ્વર કલરની સુંદર બોર્ડર આપવામાં આવી છે. તેની સારી એક્ટિંગ માટે હેલીને ગોલ્ડન પેટલ અવૉર્ડ, ૈં્‌છ અવૉર્ડ, બોલી સ્ટાર વેગાન્ઝા અવૉર્ડ મળી ચુક્યા છે. ભલે હેલીએ તેની એક્ટિંગ કરીયરની શરૂઆત વહેલી કરી હતી, પરંતુ તે ભણવામાં બિલકુલ પાછળ નથી. હેલીને બાયોટેક્નોલોજીમાં ડીગ્રી મેળવવી છે. ઉલ્લેખનોય છે કે હેલી શાહ કાન્સ ૨૦૨૨માં પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘કાયા પલટ’નું પોસ્ટર રિવીલ કરવા આવી છે. અભિનેત્રીની ડેબ્યુ ફિલ્મ ‘કાયા પલટ’નું નિર્દેશન શોએબ નિકાશ શાહે કર્યું છે, જ્યારે ફિલ્મના નિર્માતા રાહત કાઝમી છે. તો ક્યારેક અભિનેત્રીએ ક્લાસી બ્લેઝર અને ઓરેન્જ કલરનું પેન્ટ પહેરીને પોતાના કિલર લુકથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા છે. હેલી જણાવે છે કે તે પોતાના કરિયરને આગળ વધારવા માટે મુંબઈમાં રહે છે, પણ તે અમદાવાદને બહુ જ મિસ કરે છે. આજે પોતાના શૉ સ્વરાગીનીથી હેલીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી છે. તેના ડેબ્યૂ માટે હેલી શાહ ખૂબ જ સુંદર ગ્રીન ગાઉનમાં આવી હતી. આ દરમિયાન તેણે ઘણી તસવીરો શેર કરી છે. જણાવી દઈએ કે પ્રતિષ્ઠિત ૭૫મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૧૭મી મેના રોજથી શરૂ થયો છે અને વિશ્વભરની ઘણી હસ્તીઓ આ ઇવેન્ટના રેડ કાર્પેટ પર આવી ચૂકી છે. હેલી શાહ પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે અને તે તેના ડેબ્યૂ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાતી હતી. હેલી શાહ નાના પડદાનું મોટું નામ છે. હેલીએ સિલ્વર સ્ક્રીન પર બધાના દિલ જીતી લીધા છે, પરંતુ હવે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨માં પણ ધમાલ મચાવવા પહોંચી ગઈ છે. આ દિવસોમાં હેલી જબરદસ્ત રીતે હેડલાઇન્સમાં છવાયેલી રહે છે. તમને જણાવી દઈએ કે, હિના ખાન પછી હેલી શાહ ટીવી જગતની બીજી એવી અભિનેત્રી છે, જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું ફિલ્મી ડેબ્યૂ કરવા આવી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કોટ-પેન્ટમાં તેના ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ શાનદાર રીતે પોતાની અદાઓ પ્રદર્શિત કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાર્દિક અને મિલરે ગુજરાતની ટીમને ફાઈનલમાં પહોંચાડી
Next articleરામ ગોપાલ વર્માની લેસ્બિયન ફિલ્મ ખતરાને સ્કિન ન મળતા નારાજ