Home ગુજરાત ગાંધીનગર કલોલમાં કોલેરાના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ખાસ ઝુંબેશ:  કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા...

કલોલમાં કોલેરાના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ખાસ ઝુંબેશ:  કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે

18
0

(જી.એન.એસ) તા. 10

કાલોલ,

પાણીના સુપર ક્લોરીનેશન સાથે લીકેજ શોધવા અને શહેરભરમાં સ્વચ્છતા ઝુંબેશ માટે અનુરોધ. રોગ અટકાયતી પગલાં માટે ડોર ટુ ડોર સર્વે સઘન બનાવવા અને લોકજાગૃતિ સંદર્ભે માર્ગદર્શન.

કલોલના કોલેરા અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન રોગ અટકાયતી પગલાં ભરવા જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે સંબંધિત અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક પગલાં ભરવા અનુરોધ કર્યો છે. જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને કલોલ ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રીએ પાણીના સુપર ક્લોરીનેશન ઉપરાંત તાત્કાલિક ધોરણે લીકેજ શોધવા અને શહેરભરમાં સ્વચ્છતા ઝુંબેશ માટે ખાસ સુચના આપી હતી.

આ બેઠકમાં રોગચાળો ફેલાતો અટકે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ડોર ટુ ડોર સર્વેની વિગતો આપવામાં આવી હતી. તેમજ ઝાડા-ઉલટીના દર્દીઓને ઝડપથી સારવાર પૂરી પાડવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓઆરએસ પેકેટના વિતરણ અંગે પણ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. આ બેઠક બાદ જિલ્લા કલેકટરશ્રીએ સરકારી દવાખાનામાં તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. કલેક્ટરશ્રીએ દર્દીઓને આપવામાં આવી રહેલી સારવાર સંદર્ભે પણ વિશેષ માહિતી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ રોગ અટકાયતી પગલાં ઉપરાંત રોગ સામે રાખવાની કાળજી સંદર્ભે લોકજાગૃતિના પગલાં ભરવા પણ ખાસ અનુરોધ કર્યો હતો. આ મુલાકાત સંદર્ભે પ્રાંત અધિકારી જૈનિલ દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ. જે. વૈષ્ણવ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત પોલીસ અને નામદાર કોર્ટનો વિજય : ૬ પીડિત પરિવારોને મળ્યો ન્યાય, તાજેતરમાં જ અપાઈ ૬ બળાત્કારીઓને આજીવન કેદ/ ૨૦ વર્ષ કેદ ની સજા
Next articleભારતની ટીમમાં બોલિંગ કોચ તરીકે ઝહીર ખાન, વિનય કુમાર અને લક્ષ્મીપતિ બાલાજીનું નામ રેસમાં