Home મનોરંજન - Entertainment ઓસ્કરના સોશિયલ મીડિયા પેજ પર શાહરુખ ખાનની ફિલ્મનો વીડિયો જોઈ ચાહકો ઝુમી...

ઓસ્કરના સોશિયલ મીડિયા પેજ પર શાહરુખ ખાનની ફિલ્મનો વીડિયો જોઈ ચાહકો ઝુમી ઉઠ્યા

19
0

(જી.એન.એસ),તા.૧૪

યશરાજ ફિલ્મ્સની ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેગે 27 વર્ષ પહેલા થિયેટરમાં રિલીઝ થઈ હતી. ત્યારથી લઈને આજસુધી શાહરુખ ખાનની આ ફિલ્મ મુંબઈના મરાઠા મંદિરમાં જોવા મળે છે અને જેને જોવા માટે ચાહકો પહોંચે છે. આ બ્લોકબસ્ટર ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે કાજોલ પણ લીડ રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મથી શાહરુખ ખાને બોલિવુડમાં મોટું કામ કમાયું હતુ. આ ફિલ્મના શોર્ટમાં ડીડીએલજી પણ કહે છે.

ઓસ્કરના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેડલ પર એકેડમે શાહરુખ ખાનની આઈકોનિક ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેગેનું ગીત મહેંદી લગાકે રખના શેર કર્યું છે. આ ગીતની રીલ બનાવી અપલોડ પણ કર્યું છે. ઓસ્કરના સોશિયલ મીડિયા પેજ પર શાહરુખ ખાનની ફિલ્મનો વીડિયો જોઈ ચાહકો ઝુમી ઉઠ્યા છે. આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સેને સરપ્રાઈઝ આપી હતી. તેમનું કહેવું છે કે, આની પાછળ કોઈ ઈશારો છે.

હાલમાં શાહરુખ ખાનની ફિલ્મ ડંકીને ઓસ્કર નોમિનેશન માટે મોકલવામાં આવી છે. શાહરુખ ખાન અને રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીને લોકોએ ખુબ પસંદ કરી છે. આ ફિલ્મે પોતાની જાતને સુપરહિટ ફિલ્મોની યાદીમાં સામેલ કરી લીધી છે. ‘DDLJ’ તરીકે જાણીતી આ ફિલ્મ 1995માં ફિલ્મ નિર્માતા યશ ચોપરાના પુત્ર આદિત્ય ચોપરાની દિગ્દર્શિત ફિલ્મ હતી. આ ફિલ્મ ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર બની,શાહરૂખની તાજેતરની રિલીઝ ‘ડિંકી’ ઓસ્કાર નોમિનેશન માટે આગળ વધી રહી હોવાથી ચાહકોએ તેની પાછળ વિવિધ કારણોનું અનુમાન કરવાનું શરૂ કર્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમૌની રોયેની લીલારંગના શર્ટમાં બોલ્ડ અંદાજ આપતી તસ્વીરો વાયુવેગે વાઈરલ
Next articleન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલી સુપર સ્મૈશ ક્રિકેટ લીગમાં ફિલ્ડરે હવામાં કુદતા કુદતા કેદ પકડ્યો