Home ગુજરાત એક્રિડિટેડ પ્રેસ કલબ દ્વારા પત્રકારો-ધારાસભ્યો માટે મેડીકલ ચેક-અપ કેમ્પ યોજાયો

એક્રિડિટેડ પ્રેસ કલબ દ્વારા પત્રકારો-ધારાસભ્યો માટે મેડીકલ ચેક-અપ કેમ્પ યોજાયો

759
0

(જી.એન.એસ.), ગાંધીનગર, તા.20


ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ કલબ દ્વારા આજે વિધાનસભા સંકુલમાં પત્રકાર મિત્રો, ધારાસભ્યો તથા વિધાનસભા સંકુલમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ફ્રી મેડીકલ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મંગલ દીપ પ્રગટાવીને આ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, પત્રકારોનું સ્વાસ્થ્ય સારું રહે એ અત્યંત જરૂરી છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઇ ‘કુમાર’ કાનાણી, મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, દંડક શ્રી પંકજભાઇ દેસાઇ અને માહિતી નિયામક શ્રી નલિનભાઇ ઉપાધ્યાય તેમજ પ્રેસ ક્લબના પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા સહિત તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા,
જાણીતા તબીબ ડૉ.અનિલ ચૌહાણ, ડૉ.પરેશભાઇ વોરા, આયુર્વેદિક ડૉક્ટર રાકેશ ભટ્ટ સહિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના નિષ્ણાત–તબીબોએ ૪૭૦ જેટલા પત્રકારો, ધારાસભ્યો, કર્મચારીઓના સ્વાસ્થ્યની વિસ્તૃત તપાસ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજળવાયુ પરિવર્તનથી સૌથી વધારે નુકશાન ભારતને: રિપોર્ટ
Next articleપીએમ મોદી 2029 સુધી વડાપ્રધાન પદે રહેશે-રિપોર્ટ