Home મધ્ય ગુજરાત અમદાવાદ ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા ૨૦ એપ્રિલે સક્ષમ ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ...

‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા ૨૦ એપ્રિલે સક્ષમ ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન

18
0

(G.N.S) Dt.19

સક્ષમ ફાઉન્ડેશનના બાળકોમાં ‘પતંગ’નો ઉમંગ ભરાશે

અમદાવાદ,


અમદાવાદ શહેરના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અમદાવાદનાં સક્ષમ ફાઉન્ડેશનના બાળકો માટે ૨૦ એપ્રિલના રોજ બપોરે ૪ થી ૬ કલાકે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર’ ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા અનોખી સામજિક પહેલ કરવામાં આવી છે. પતંગ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી ૫૦ ગરીબ બાળકોને પતંગમાં બ્રેકફાસ્ટ કરાવવા માટે લાવી રહ્યા છે, જેથી આ બાળકો ઊંચાઈએથી અમદાવાદનો નજારો માણી શકે.

આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં સક્ષમ ફાઉન્ડેશન બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભરી દીધો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણીનો પહેલા તબક્કામાં 21 રાજ્યની 102 બેઠકો પર 62% થી વધુનું મતદાન
Next articleગ્રેટર નોઈડામાં રહેતા ચાર નાઈજિરિયન નાગરિકોની તેમના ભાડાના આવાસમાંથી લગભગ 25 કિલો MDMA ડ્રગ્સ ઝડપાયા