Home Video ઈશાન કિશને વિરાટ કોહલીની નકલ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઈશાન કિશને વિરાટ કોહલીની નકલ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

30
0

(GNS),18

ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ-2023નો ખિતાબ જીત્યો. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ રવિવારે રમાયેલી ફાઈનલમાં શ્રીલંકાને એકતરફી મેચમાં 10 વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારતે આઠમી વખત આ ખિતાબ જીત્યો છે. આ ટાઈટલ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ખૂબ જ ખુશ હતા અને મસ્તી કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં ઈશાન કિશન અને વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જેને જોઈને ચાહકો હસી પડ્યા. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એશિયા કપની ફાઇનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે શ્રીલંકાને 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં આઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્ય માત્ર 6.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. આ એશિયા કપમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે.

મેચ પુરી થયા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મસ્તી કરી રહ્યા છે. મેચ બાદ કોહલી, ઈશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર, શુભમન ગિલ વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઈશાને કંઈક કહ્યું અને તે વિરાટ કોહલીની નકલ કરીને તેની જેમ ચાલવા લાગ્યો. ઈશાન કોહલીની ચાલની નકલ કરતો હતો. ઈશાનને કોહલીની આ રીતે નકલ કરતો જોઈને ગિલ સહિત બધા હસવા લાગ્યા. તેની નકલ જોઈને કોહલી પણ હસવા લાગ્યો હતો. કોહલીની જેમ થોડે દૂર ચાલીને ઈશાન પાછો ફર્યો અને પછી કોહલીએ ઈશાનની નકલ કરી.

આના પર ઈશાનની પ્રતિક્રિયા પરથી એવું લાગી રહ્યું હતું કે તે કહેતો હોય કે ‘હું આવું વર્તન કરતો નથી’. ત્યારપછી ઈશાન ફરી કોહલીની ચાલની નકલ કરવા લાગે છે. કેએલ રાહુલની ઈજાના કારણે ઈશાનને આ એશિયા કપમાં તક મળી હતી. ઈશાનને 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં તક મળી હતી અને તેણે અડધી સદી ફટકારી હતી. આ મેચમાં તેણે ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું હતું. આ પછી ઇશાનને ભારતના મિડલ ઓર્ડરમાંથી હટાવવો મુશ્કેલ બની ગયો હતો. તે આ એશિયા કપમાં દરેક મેચ રમ્યો હતો. કોહલીએ પણ આ ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કર્યો હતો. તેણે પાકિસ્તાન સામેની સુપર-4 મેચમાં શાનદાર સદી ફટકારી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleACC પ્રમુખ જય શાહે શ્રીલંકા અને કેન્ડીના ગ્રાઉન્ડ સ્ટાફને 50,000 યુએસ ડોલરનું ઈનામ આપ્યું
Next articleયોગી આદિત્યનાથ અચાનક શાળામાં પહોંચ્યા, બાળકોની ખુશી જોઈ ભાવુક થઈ ગયા યોગી