Home ગુજરાત ગાંધીનગર ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં અમલી ઉચ્ચક વાહન વેરાનો દર ૬ ટકાથી ઘટાડીને...

ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં અમલી ઉચ્ચક વાહન વેરાનો દર ૬ ટકાથી ઘટાડીને માત્ર ૧ ટકા કરાયો

46
0

પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

નવા વાહન વેરા દર આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે

(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર,

ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણના રક્ષણ માટે ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરતો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં ૬ ટકા સુધીનો ઉચ્ચક વાહન વેરો અમલમાં છે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત આવા વાહનો પર હવે આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી માત્ર ૧ ટકા લેખે વેરાનો દર રાખવાનો રાજ્ય સરકારે પ્રજા અને પર્યાવરણ હિતલક્ષી નિર્ણય કર્યો છે.

આ સુધારા સાથે વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ હાલમાં અમલી ૮ ટકા તથા ૧૨ ટકાના દરને બદલે હવેથી એક જ દર એટલે કે, ૬ ટકા દર નક્કી કરવામાં આવ્યો છે એમ, જેનાથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને ખૂબ જ વેગ મળશે.

ઇલેક્ટ્રિક વાહનોમાં વેરાનો દર ઘટાડવાથી રાજ્યના દરેક વર્ગના પરિવારોને તેનો સીધો લાભ થશે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ પણ આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે. આ દર ઘટતા ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનોનો વ્યાપ વધશે અને ગુજરાતને શાશ્વત વિકાસ તરફ આગળ વધવામાં તેમજ સર્ક્યુલર ઇકોનોમીને પણ પ્રોત્સાહન મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field