Home દેશ - NATIONAL આ રીતે ચેક કરી શકો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું લિસ્ટ

આ રીતે ચેક કરી શકો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું લિસ્ટ

40
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો તમારા અકાઉન્ટમાં નાખશે. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના અનુસાર, 17 અને 18 ઓક્ટોબરના રોજ કૃષિ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને કિસાન સમ્મેલન 2022 દરમિયાન પ્રધાનમંત્રી મોદી તેની જાહેરાત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અમુક ખેડૂતો સાથે વાત પણ કરી શકે છે. કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી 11 હપ્તા ખેડૂતોને મોકલવામાં આવ્યા છે. આ પહેલા છેલ્લો હપ્તો 31 મેના રોજ અકાઉન્ટમાં નાખવામાં આવ્યો હતો. બીજો હપ્તો આવતા પહેલા ખેડૂતોએ બેનિફિશિયરી લિસ્ટ અને અકાઉન્ટ સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ.

અહીં ખેડૂતોને જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ ઘરેબેઠા કેવી રીતે બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરી શકે છે. સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જવું. અને આ વેબસાઈટના હોમપેજ પર ‘કિસાન કોર્નર’ પર ક્લિક કરો. અને હવે ‘લાભાર્થી સૂચી’ વિકલ્પ પર ક્લિક કરો. તેના પછી તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી ભરો. આ તમામ ડિટેલ્સને ભર્યા પછી, ‘રિપોર્ટ પ્રાપ્ત કરો’ પર ક્લિક કરો અને તમને સંપૂર્ણ યાદી મળી જશે. લાભાર્થીની સ્થિતિની તપાસ કેવી રીતે કરવી? તેના માટે પણ સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જવું. હોમપેજ પર ‘કિસાન કોર્નર’ સેક્શન પર ક્લિક કરો. હવે ‘લાભાર્થી સ્થિતિ’ ટેબ પર ક્લિક કરો. પીએમ કિસાન યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારને દર ચાર મહિને 2,000 રૂપિયા મળે છે અને વાર્ષિક 6000 રૂપિયા મળે છે.

આ પૈસા દર વર્ષે ત્રણ હપ્તા એપ્રિલ-જુલાઈ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર માર્ચમાં આપવામાં આવે છે. આવા ખડૂત પરિવારને પેન્શન પ્રદાન કરવા માટે ડિસેમ્બર 2018માં પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી, જેને નાણાકીય જરૂર હો. કોઈપણ સરકારી યોજનનાં કેટલાક માનપદંડ હોય છે, જેના આધાર લાભ આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના માટે નાના અને સીમાંત કિસાન પાત્ર છે. તે સિવાય તમામ ભૂમિરાધારક ખેડૂકો પરિવવાર, જેમનું નામે ખેતી યોગ્ય ભૂમિ છે, યોજના અંતર્ગત સાભ પ્રાપ્ત કરલાને પાત્ર છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલગ્ન કર્યા વગર જ 10 યુવતીઓનો પતિ બનીને ફરતો હતો આ યુવક! શું આવું હોઈ શકે?!…
Next articleમહિલાઓને સાડી પહેરીને કબડ્ડી રમતી નો વીડીયો થઈ રહ્યો છે વાયરલ