Home દેશ - NATIONAL મહિલાઓને સાડી પહેરીને કબડ્ડી રમતી નો વીડીયો થઈ રહ્યો છે વાયરલ

મહિલાઓને સાડી પહેરીને કબડ્ડી રમતી નો વીડીયો થઈ રહ્યો છે વાયરલ

57
0

એક સમય હતો જ્યારે કબડ્ડી રમત માત્ર શેરીઓમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કબડ્ડી રમાય છે. આ વખતે ટૂર્નામેન્ટમાં દેશભરમાંથી 12 ટીમોએ ભાગ લીધો છે. સામાન્ય રીતે પુરૂષો કબડ્ડી રમતા જોવા મળે છે અથવા અનેક જગ્યાએ છોકરીઓ પણ ખૂબ જ જુસ્સાથી કબડ્ડી રમે છે. પરંતુ શું તમે ક્યારેય મહિલાઓને સાડી પહેરીને કબડ્ડી રમતી જોઈ છે? હા, આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ આ વિડીયોની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલાઓ સાડી પહેરીની કબડ્ડી રમી રહી છે. સોશિયલ મીડિયા પર મહિલાઓનો આ વિડીયો ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ મહિલાઓના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ વિડીયો છત્તીસગઢ ઓલિમ્પિક (Women’s Kabaddi in Chhattisgarhia Olympics)નો છે, જેમાં મહિલાઓ સાડી પહેરીને માથે ઓઢીને કબડ્ડી રમી રહી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બઘેલએ 6 ઓક્ટોબરના રોજ છત્તીસગઢ ઓલિમ્પિકનું ઉદઘાટન કર્યું હતું, 6 જાન્યુઆરી 2023 સુધી છત્તીસગઢ ઓલિમ્પિક રમાશે.

આ દરમિયાન તેમણે પણ ભૌંરા, બાટી અને પિટ્ઠુલ જેવી રમતમાં હાથ અજમાવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલાઓ ખૂબ જ જોશ અને ઉત્સાહથી એકબીજાને પડકાર આપી રહી છે. IAS અધિકારી અવનીશ શરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ વિડીયો શેર કર્યો છે. વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હમ કિસી સે કમ હૈ ક્યા… છત્તીસગઢ ઓલિમ્પિકમાં મહિલા કબડ્ડી.’ 51 સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

13 હજારથી વધુ લોકોએ આ વિડીયો લાઈક કર્યો છે. છત્તીસગઢની પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા માટે છત્તીસગઢ ઓલિમ્પિકની શરૂઆત કરવામાં આવી છે. આ ઓલિમ્પિકમાં ગિલ્લી ડંડાથી લઈને પિત્તૂલ, લંગડી દોડ, કબડ્ડી, ખો-ખો, રસ્સાકસી અને બાટી (કંચા) સુધીની 14 પ્રકારની પ્રાદેશિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆ રીતે ચેક કરી શકો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું લિસ્ટ
Next articleવડાપ્રધાન મોદીએ મોઢેરા સૂર્ય મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો ખૂલ્લો મૂક્યો