પ્રકૃતિના મૂળભૂત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી
(જી.એન.એસ) તા. 5
ગાંધીનગર,
સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં ચાલી રહી છે ત્યારે હજુ પણ એવા અનેક ખેડૂતો છે કે જેઓમાં પ્રાકૃતિક ખેતી વિશે જાગૃતિ આવવી જરૂરી છે. જેથી બાકી ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે. જે માટે સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતીને સમજવી જરૂરી છે. ખેડૂત મિત્રોના મગજમાં સૌથી પહેલા સવાલ ઉઠે છે કે, પ્રાકૃતિક ખેતી એટલે શું?. તો પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃધ્ધિ માટે જરૂરી ખેત સામગ્રી બહારથી ન લેતા, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે જ બનાવવામાં આવે છે.
બીજો સવાલ ખેડૂત મિત્રોના મગજમાં આવે કે, પ્રાકૃતિક ખેતી શા માટે અથવા તેના ફાયદા શું છે. જે અંગે આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર ડી.એન.પટેલ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીના અધધ ફાયદા છે. આ ખેતીથી જમીનની ફળદ્રુપતાનું જતન, ખેતી ખર્ચમાં ઘટાડો, ખેડૂતની એકંદર આવકમાં વધારો, કૃષિ ક્ષેત્રે ગાયની મહત્તાનું પુનઃસ્થાપન, માનવજાતના સ્વાસ્થ્યનું જતન, પર્યાવરણની જાળવણી, પાકને અનુકૂળ સુક્ષ્મ પર્યાવરણનું વ્યવસ્થાપન, જમીનની ભેજ ધારણમાં વધારો એટલે કે જળસંચય, પાણી અને વીજળીની બચત, જમીનનું ધોવાણ અટકે, અળસિયા અને અન્ય ઉપયોગી સુક્ષ્મજીવોની ક્રિયાશીલતામાં વધારો, જમીનમાં કાર્બનિક પદાર્થોનો ઉમેરો, હ્યુમસનું નિર્માણ, પોષક તત્વોનું કુદરતી રીતે વ્યવસ્થાપન, જમીનમાં હવાની અવર જવરમાં વધારો, પાકના વૃધ્ધિ વિકાસ માટે જરૂરી હોર્મોન્સનું નિર્માણ, મિત્ર કિટકો અને પરોપજીવીનું રક્ષણ, રોગ જીવાતનું કુદરતી રીતે વ્યવસ્થાપન, નિંદામણનું કુદરતી વ્યવસ્થાપન અને આત્મનિર્ભર ખેડૂતથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકે છે. જેથી આજના સમયમાં પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની છે. પ્રાકૃતિક ખેતીથી જમીન અને આપણુ સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવે જણાવે છે કે, જ્યારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા આપણા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને હંમેશા જનહિતના કાર્યોમાં આગળ રહેતા મુખ્યમંત્રીશ્રી ભુપન્દ્રભાઈ પટેલ પણ પ્રાકૃતિક ખેતી માટે પોતાનું યોદાન આપી ભવિષ્યની પેઢીને વારસામાં શુધ્ધ હવા,સાત્વિક ખોરાક તથા સારુ સ્વસ્થ્ય આપવા પ્રયત્નો કરી રહ્યા છે,ત્યારે આપણે પણ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા મહત્તમ પ્રયાસો કરવા જોઈએ.જેના ભાગરૂપે કલેક્ટરશ્રી પોતે ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના ગાંમડાઓમાં પ્રેરણા પ્રવાસો થકી જિલ્લાના ખેડૂતોના મનમાં પ્રાકૃતિક ખેતીનું બીજ સફળતા પૂર્વક અંકુરીત કરી રહ્યા છે.
સાથેજ કલેક્ટરશ્રી આ અંગે ખેડૂતોને સમજણ આપતા જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડૂતોએ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ અને દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલા ઘનજીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવુ અને ઉભા પાકમાં પિયતના પાણી સાથે જીવામૃત આપવુ, પ્રાકૃતિક કૃષિના પંચામૃત મુજબ સંપૂર્ણ ખેતી કરવાથી સારા પરિણામો મળે છે. જેથી રાસાયણિક ખેતી કરતા ખેડૂતોએ પણ સમાજના અને પોતાના પરિવાર માટે પરોપકારી ગણાતી પ્રાકૃતિક ખેતી તરફ વળે એ સમયની માંગ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.