Home ગુજરાત ગાંધીનગર આયુર્વેદિક સીરપની આડમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વ્યક્તિઓને છોડવામાં આવશે નહીં-...

આયુર્વેદિક સીરપની આડમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વ્યક્તિઓને છોડવામાં આવશે નહીં- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

23
0

(G.N.S) dt. 30

રાજ્યમાં કોઇપણ પ્રકારના કેફી પદાર્થના વેંચાણ માટે પરવાનગી અપાઇ નથી
……
નડિયાદમાં આયુર્વેદિક સીરપને લગતી ઘટના સંદર્ભે સઘન પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે
…….
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ખેડા જિલ્લાના નડિયાદમાં આયુર્વેદિક સીરપને લગતી ઘટના સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્યમાં કોઇપણ પ્રકારના કેફી પદાર્થોના વેંચાણ માટે પરવાનગી અપાઇ નથી‌. આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે પરવાના લેવા ફરજિયાત છે.
તેમણે  વધુંમા કહ્યું હતું કે, નડિયાદમાં થયેલ ઘટનામાં આયુર્વેદ પદાર્થમાં કોઈ અન્ય કેમિકલની મિલાવટ હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. જે રાજ્ય બહાર થી આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે.
આ ઘટનાક્રમની જાણ થતાં પોલીસ વિભાગે તપાસ હાથ ઘરી છે. વધુંમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનામાં આયુર્વેદ દવા સાથે અન્ય ઝેરી હાનિકારક કેમિકલની ભેળસેળ થઇ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવ્યું છે જેને વધું તપાસ માટે FSL માં મોકલ્યું હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ચાર રથોનું પ્રસ્થાન, કુલ ૯ રથો અમદાવાદ જિલ્લાનાં ૪૬૯ ગામોમાં ફરશે
Next articleવિકસિત ભારત સંકલ્પયાત્રા- આપણો સંકલ્પ વિકસિત ભારત : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં શિવધામ, તરભ ખાતે વિકસિત ભારત યાત્રાનું સ્વાગત