Home ગુજરાત આણંદના સો ફૂટ રોડ પર એક્ટિવા પર વૃક્ષ પડતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત

આણંદના સો ફૂટ રોડ પર એક્ટિવા પર વૃક્ષ પડતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત

12
0

(GNS),09

મેધરાજાએ લાંબા વિરામ બાદ ફરી રાજ્યમાં મેધ મહેર કરી છે. ત્યાં આણંદમાં ચાલુ વરસાદે એક ગોઝારી ઘટના બની છે. આણંદના સો ફૂટ રોડ પર એક્ટિવા પર વૃક્ષ પડતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. પતિ અને પત્ની એક્ટિવા પર પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ઝાડ પડતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષ કાપીને પતિ-પત્નીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એકસાથે પતિ -પત્નીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદાહોદના સંજેલીમાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવતાં ભારે રોષ
Next articleદૈનિક રાશિફળ (તા.૧૧-૦૯-૨૦૨૩)