Home ગુજરાત આણંદના બેડવા બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના

આણંદના બેડવા બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના

18
0

(GNS),07

આણંદના બેડવા નજીક એક્સપ્રેસ વે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જન્માષ્ટમીના દિવસે જ પરિવારની સાસુ-વહુને કાળ ભરખી ગયો. તો 10 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. અજાણ્યા કાર ચાલકે કારને ટક્કર મારી હતી, જેમાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનો પરિવાર અંકલેશ્વર જઈ રહ્યો હતો. પતિ, પત્ની, બાળક, ભાઈ અને માતા-પિતા સુરત જવા નીકળ્યા હતા.

આણંદના બેડવા અને મોગર વચ્ચે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. જ્યાં આણંદના બેડવા બ્રિજ નજીક એક્સપ્રેસ વે પર એક અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારી હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં કારનું પડીકુ વળી ગયુ હતું. અજાણ્યા ટ્રક ચાલકે કારને પાછળથી ટક્કર મારી હતી અને ફરાર થઈ ગય હતો. આ અકસ્માતમાં બે નાં મોત થયા છે, તો ત્રણ લોકો ઘાયલ થયા છે. કારમાં સવાર સાસુ વહુના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તો 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતના કડોદરામાં યુવક ત્રીજા માળેથી નીચે પટકાયો
Next articleરાજકોટના જેતપુરમાં 26 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત