Home દેશ - NATIONAL આગામી 24 કલાક ક્યાંક હીટવેવ તો ક્યાંક ભારે વરસાદની આગાહી

આગામી 24 કલાક ક્યાંક હીટવેવ તો ક્યાંક ભારે વરસાદની આગાહી

58
0

(GNS),22

ગરમીનો કહેર જારી છે. ઉત્તર ભારતના તમામ વિસ્તારોમાં તાપમાનનો પારો સતત 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે હવામાન ટૂંક સમયમાં બદલાશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણના રાજ્ય કેરળમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઓડિશાના દક્ષિણ કિનારે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ કર્ણાટકના આંતરિક વિસ્તારો, સિક્કિમ, રાયલસીમા અને ઉત્તરાખંડના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના ભાગોમાં આજે હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાઉથવેસ્ટ ઉત્તર પ્રદેશ, ગૅંગેટીક વેસ્ટ બંગાળ, સાઉથ હરિયાણા, ઝારખંડ, વેસ્ટ રાજસ્થાનમાં વિવિધ વિસ્તારોમાં હિટ વેવનો કહેર જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 23 મેથી પશ્ચિમ હિમાલય સુધી પહોંચશે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં મોસમની હિલચાલ જોવા મળી હતી. પૂર્વ આસામમાં છેલ્લા 1 દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. તે જ સમયે, સિક્કિમમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઉત્તર-પૂર્વ ભારતના ભાગો, તટીય આંધ્ર પ્રદેશ, દક્ષિણ આંતરિક કર્ણાટક, આંતરિક તમિલનાડુ, કેરળના ભાગો, ઓડિશા અને દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તે જ સમયે, છત્તીસગઢ, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleRBI ગર્વનરે 2000ની નોટ પાછી ખેંચવા અંગે કર્યા દરેક ખુલાસા
Next articleભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહનું મોટુ નિવેદન