Home વ્યાપાર જગત - BUSINESS આગામી દિવસોમાં ડેરિવેટીવ્ઝમાં એપ્રિલ વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી...

આગામી દિવસોમાં ડેરિવેટીવ્ઝમાં એપ્રિલ વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.…!!!

67
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૪.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૫૭૯.૮૯ સામે ૫૭૦૬૬.૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૯૦૪.૫૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૭.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૭૬.૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૩૫૬.૬૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૯૫૮.૩૫ સામે ૧૭૧૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૦૬૮.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૦.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૩.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૧૧.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નોંધપાત્ર ઉછાળા સાથે થઈ હતી. ચાઈના સહિતના દેશોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારા બાદ હવે ભારતમાં પણ કેસો ઝડપી વધવા લાગ્યા છતાં પ્રવર્તમાન જીઓપોલિટીકન ટેન્શન અને ચાઈનાના લોકડાઉનના કારણે આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો હોઈ એડવાન્ટેજ ઈન્ડિયા હોય એમ ફંડોની ભારતીય શેરબજારોમાં આજે નવેસરથી આક્રમક તેજી શરૂ થઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા દેશની સૌથી મોટી ઈન્સ્યોરન્સ કંપની એલઆઈસી ઓફ ઈન્ડિયાના મેગા આઈપીઓની જાહેરાત અને કોર્પોરેટ પરિણામોની સીઝનની સાથે સાથે પાવર, રિયલ્ટી અને યૂટિલિટીઝ શેરોમાં લોકલ ફંડોએ આક્રમક ખરીદી શરૂ કરતાં અને ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને એનર્જી શેરોમાં શોર્ટ કવરિંગ વધ્યા સાથે સેન્ટીમેન્ટ તેજીનું રહ્યું હતું.

ફુગાવાના અત્યંત જોખમી પરિબળ અને યુક્રેન – રશિયા યુદ્વ વકરી રહ્યું હોઈ જીઓપોલિટીકલ ટેન્શનના પરિણામે વૈશ્વિક આર્થિક મંદીના વધી રહેલા જોખમને પરિણામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ દ્વારા વિશ્વ સાથે ભારતના આર્થિક વિકાસના અંદાજને ઘટાડવામાં આવ્યાની નેગેટીવ અસરે શેરોમાં સતત મોટાપાયે વેચવાલ બનેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી બાદ આજે ચાઈના સહિતના દેશોમાં કોરોનાના ફરી ઉપદ્વવના કારણે ઔદ્યોગિક પ્રવૃતિ મંદ પડવા સાથે ફયુલની વૈશ્વિક માંગ ઘટવાના અંદાજોએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ઘટાડા તરફી રહેતા આજે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ વેલ્યુબાઈંગ કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી નોંધાતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૨ લાખ કરોડ વધીને રૂ.૨૬૯.૪૧ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, રિયલ્ટી, યૂટિલિટીઝ, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને એનર્જી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૪ અને વધનારની સંખ્યા ૧૯૫૨ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અમેરિકામાં  ફુગાવો હાલમાં ૮.૫૦% સાથે અત્યાર સુધીની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે ત્યારે આગામી બેઠકોમાં અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારવામાં આક્રમકતા અપનાવશે તેવી નોમુરા હોલ્ડિંગ્સ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. ફેડરલ રિઝર્વની મે મહિનાની બેઠકમાં ૫૦ બેઝિસ પોઈન્ટના વધારા બાદ જુન તથા જુલાઈની બેઠક દરેકમાં ૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો આવશે એમ નોમુરા દ્વારા એક રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વેતન તથા ભાવમાં ઉછાળાને ટાળવા ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી) વ્યાજ દરને બને એટલા ઝડપી સામાન્ય સ્તરે લાવવા માગે છે. બીજી બાજુ ફેડરલના ચેરમેન જેરોમ પોવેલે આગામી બેઠકમાં વ્યાજ દરમાં ૦.૫૦%ના વધારાના સંકેત આપ્યા છે.

અમેરિકામાં ફુગાવો ફેડરલના ૨%ના ટાર્ગેટ કરતા ચાર ગણાથી પણ ઊંચે ચાલી ગયો છે. માર્ચની બેઠકમાં વર્તમાન વર્ષના અંત સુધીમાં વ્યાજ દર ૧.૯૦% સુધી લઈ જવાની ધારણાં મુકાતી હતી. બીજી બાજુ ટ્રેડરો વર્ષના અંત સુધીમાં વ્યાજ દર વધીને ૨.૭૫% થી ૩% સુધી જવાની ધારણાં રાખી રહ્યા છે. આનો અર્થ હવે પછીની ત્રણ બેઠકમાં અડધા-અડધા ટકાનો વધારો અને ત્યારબાદની ત્રણ બેઠકમાં દરેકમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો કરાશે. સ્થાનિક સ્તરે પણ કોર્પોરેટ પરિણામોની સીઝન સાથે પરિણામો એકંદર સારા આવ્યા છતાં વૈશ્વિક પરિબળોની અસરમાં ફોરેન ફંડો ફરી વેચવાલ બન્યા છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફુગાવા મામલે ચિંતા સાથે આર્થિક વૃદ્વિને ટેકો આપવા માટે પ્રમુખ વ્યાજદરોમાં વધારો કરવો અનિવાર્ય બની રહેશે. આગામી દિવસોમાં સેકન્ડરી માર્કેટમાં એલઆઈસી ઓફ ઈન્ડિયાના આઈપીઓ પર નજર સાથે એફ એન્ડ ઓમાં એપ્રિલ વલણના અંત પૂર્વે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleLIC IPO 4 મેના રોજ ખુલશે અને રોકાણની તક મેળવો 9 મે સુધી
Next articleબે મહિના યુદ્ધના પત્યા બાદ પુતિનનું કહેવું છે કે “હજુ શાંતિપૂર્ણ સમજુતીની આશા છે”
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.