(G.N.S) Dt. 28
ગાંધીનગર,
ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર સેક્ટર-૧૫ ખાતે તા.૨૬/૧૦/૨૦૨૪ ના રોજ કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈ.ટી.આઈ ખાતે યુવાનોને વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રદાન કરી તાલીમાર્થીઓને સ્વાવલંબી અને સંપૂર્ણ બનાવવામાં આવે છે. તાલીમાર્થીઓને આ વ્યવસાયલક્ષી તાલીમ થકી ભવિષ્યમાં તેઓને પ્રાપ્ત થનાર લાભો જેવા કે પ્લેસમેન્ટ , એપ્રેન્ટીસશીપ, રોજગાર ભરતી મેળા, ૧૦/૧૨ પાસ સમકક્ષ પ્રમાણપત્ર ડિપ્લોમા / ડીગ્રી જેવાઉચ્ચ અભ્યાસ વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં GEZIA ગાંધીનગરના ચેરમેન શ્રી એચ. એમ. પટેલ તથા શ્રી સુનીલ ચાવડા, એમ.ડી. ELECTRO EMS SERVICES વગેરેએ ઉપસ્થિતિ રહી પ્રાસંગિક ઉદ્બોદન કર્યુ હતું. આ સાથેજ આચાર્ય વર્ગ-૧ કુ. મયુરીબેન પ્રજાપતિ ના નેતૃત્વ હેઠળ આચાર્ય વર્ગ-૨ એ.જી.રાઓલની કોર ટીમ દ્વારા આયોજન કરી કુલ: ૬૦ જેટલા પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવનાર તાલીમાર્થીઓને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર,બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા સંસ્થા ખાતે દિક્ષાંત સમારંભમાં ઉત્તીર્ણ થયેલ વિવિધ ૨૦ ટ્રેડના કુલ-૭૧૦ તાલીમાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.