Home વ્યાપાર જગત - BUSINESS આઇટી – ટેક તેમજ મેટલ સેક્ટરમાં ફંડોની નીચા મથાળે લેવાલીએ ભારતીય શેરબજારમાં...

આઇટી – ટેક તેમજ મેટલ સેક્ટરમાં ફંડોની નીચા મથાળે લેવાલીએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!!

37
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૧૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૧૪૪.૮૪ સામે ૬૧૧૨૬.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૦૭૩.૬૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૨.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૪.૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૪૧૮.૯૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૯૨.૨૦ સામે ૧૮૨૨૧.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૭૧.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૨.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૧.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૨૯૩.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ચાઈનામાં કોરોના કેસો ફરી રેકોર્ડ ઊંચાઈએ પહોંચતાં અને કોરોનાના કારણે મૃત્યુના કેસ નોંધાતાં કોવિડ અંકુશો લાદવામાં આવતાં વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના જોખમે અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં તોળાતા નવા વધારાના પગલે છેલ્લા કેટલાક દિવસોથી વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળતી હતી, જો કે સપ્તાહના બીજા દિવસે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી કરતા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક નેગેટીવ પરિબળો સાથે ઘર આંગણે ભારતનો આર્થિક વિકાસ આગામી  વર્ષમાં  નબળો  પડવાના  અહેવાલોની નેગેટીવ અસરે ફંડોએ શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો, જો કે તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને યુટિલિટીઝ, પાવર, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે મેટલ, આઇટી, ટેક, સર્વિસિસ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ફંડોની ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૨૭૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૦૧ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં  વધારો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૮% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, પાવર, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૦૯ અને વધનારની સંખ્યા ૧૬૩૬ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મોંઘવારીમાં એકતરફી વધારા અને વિદેશી રોકાણકારોના આઉટફ્લોની સાથે ભારતીય રૂપિયામાં ઘસારાને કારણે ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં પણ એકતરફી ઘટાડો થઈ રહ્યો છે. જોકે એક મહિનાથી આ ટ્રેન્ડ અટક્યો છે અને હવે ગત સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં મસમોટો વધારો જોવા મળ્યો છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ગત સપ્તાહે ૧.૦૯ અબજ ડોલરના ઘટાડા પછી ૧૧ નવેમ્બરના સપ્તાહ દરમિયાન ઓગસ્ટ ૨૦૨૧ પછીનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે અને તે ૧૪.૭૨ અબજ ડોલર વધીને ૫૪૪.૭૨ અબજ ડોલર પહોંચ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના સાપ્તાહિક ડેટા અનુસાર ૧૧ નવેમ્બરના સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ ૧૪.૭૨ અબજ ડોલર વધીને ૫૪૪.૭૨ અબજ ડોલર થયું છે. ૪ નવેમ્બરના સપ્તાહે ફોરેક્સ રિઝર્વ ૫૨૯.૯૯ અબજ ડોલર હતું.

વૈશ્વિક અનિશ્ચિત્તાના માહોલ વચ્ચે રૂપિયાને ટકાવી રાખવા ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં માર્ચથી અત્યાર સુધીમાં ૧૧૦ અબજ ડોલરનો મસમોટો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર ૨૦૨૧માં દેશનું ફોરેક્સ રિઝર્વ ૬૪૫ અબજ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યું હતુ. ફોરેક્સ રિઝર્વનો મહત્વનો ભાગ ગણાતા ફોરેન કરન્સી એસેટ એટલેકે એફસીએ આ રિપોર્ટિંગ સપ્તાહમાં ૧૧.૮ અબજ ડોલર વધીને ૪૮૨.૫૩ અબજ ડોલર થયું છે. વિદેશી ચલણ અસ્કયામતોમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલા યુરો, પાઉન્ડ અને યેન જેવા નોન-યુએસ કરન્સીમાં વધારા-ઘટાડાની અસરનો સમાવેશ થાય છે. આરબીઆઈના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર ગોલ્ડ રિઝર્વ ૨.૬૪ અબજ ડોલર વધીને ૩૯.૭૦ અબજ ડોલર થયું છે. આ સિવાય સ્પેશયલ ડ્રોઈંગ રાઈટ્સ ૧૬.૫ કરોડ ડોલર અને આઈએમએફ પાસે રહેલ રિઝર્વ પોઝીશન ૧૧.૬ કરોડ ડોલર વધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવલસાડની ટ્રાન્સજેન્ડર યુવતીએ લોકશાહીના મહા પર્વમાં મતદાન કરવા કરી અપીલ
Next articleમુંબઈ પોલીસને પ્રધાનમંત્રીને જાનથી મારવાની ધમકીનો મેસેજ મળ્યો, સાઇબર ટીમ થઇ એલર્ટ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.