Home દેશ - NATIONAL અયોધ્યા કેસઃસુપ્રિમ કોર્ટેની બંધારણની બેંચ 10મી જાન્યુ.થી કરશે સુનવણી

અયોધ્યા કેસઃસુપ્રિમ કોર્ટેની બંધારણની બેંચ 10મી જાન્યુ.થી કરશે સુનવણી

472
0

(જીએનએસ), ન્યુ દિલ્હી, તા.8
સુપ્રિમ કોર્ટ દ્વારા રામ જન્મભૂમિ અયોધ્યા જમીન માલિકી હક્ક કેસ પાંચ જજોની બનેલી બંધારણીય બેંચને સોંપ્યો છે. પાંચ જજોમાં મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ રંજન ગોગોઇનો પણ સમાવેશ થાય છે. 10મી જાન્યુઆરીથી સવારે ઉઘડતી કોર્ટે 10 વાગે આ મહત્વના કેસની આખરી સુનાવણી શરૂ થશે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આરએસએસ સહિત સૌ કોઇની નજર તેના પર રહે તેમ છે. દેખીતી રીતે જ તેનો ચુકાદો પણ ભારતની રાજનીતિમાં જબ્બર વળાંક લાવશે.
10 જાન્યુઆરી 2019 થી અયોધ્યા જમીન વિવાદના કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે પાંચ જજોની બંધારણની ખંડપીઠની રચના કરી છે, કે જે ભારતના બંધારણના “અર્થઘટન અનુંસાર કાયદાના મોટાભાગના પ્રશ્નોનો સમાવેશ કરીને” કોઈ પણ કેસનો નિર્ણય કરે છે. આ જોગવાઈ ભારતના બંધારણના કલમ 145 (3) દ્વારા આપવામાં આવેલ છે આવી છે. ભારતના ચીફ જસ્ટીસ પાસે બંધારણીય ખંડપીઠ રચવાનો અને તેને કેસનો સંદર્ભ લેવાની સત્તા છે.
અગાઉ આવી બંધારણના બેંચે ભારતના ઘણા જાણીતા અને સૌથી મહત્વના કેસો જેવા કે એકે ગોપાલન વિરુદ્ધ મદ્રાસ રાજ્ય, કેસવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય (મૂળભૂત માળખું સિદ્ધાંત) અને અશોક કુમાર ઠાકુર વિ. યુનિયનનો સમાવેશ કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહરેન પંડ્યા બાદ વધુ એક રાજકીય હત્યા: ભાજપ ના વિવાદી નેતા જયંતી ભાનુશાલીને ઠાર કરાયા
Next articleઆખરે 10 ટકા અનામત વિધેયક પાસ, હવે રાજ્યસભામાં ચર્ચા થશે