Home દેશ - NATIONAL આખરે 10 ટકા અનામત વિધેયક પાસ, હવે રાજ્યસભામાં ચર્ચા થશે

આખરે 10 ટકા અનામત વિધેયક પાસ, હવે રાજ્યસભામાં ચર્ચા થશે

877
0

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.8

આખરે આજે રાત્રે દશ વાગે આર્થિક પછાત સવર્ણો માટે નું સંવિધાન સંશોધન બીલ મંજુર કરાયું હતું બીલના પક્ષમાં 323 અને વિરોધમાં માત્ર ત્રણ મત પડ્યા હતા, વર્તમાન રાજનીતિમાં એક નિર્ણાયક અને દૂરોગામી અસરો-વમળો અને લોકસભાની એપ્રિલ-મેમાં યોજાનાર  આગામી ચૂંટણીઓના જંગના મેદાનમાં લગભગ મુખ્ય મુદ્દો બની રહે તેમ આર્થિક રીતે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનું વિધેયક આજે લોકસભામાંથી 10 કલાકની લાંબી ચર્ચાના અંતે પસાર થયું હતું. કેન્દ્રના મંત્રી થાવરચંદ ગેહલોત દ્વારા બપોરે 10 ટકા અનામત વિધેયક રજૂ કરાયું હતું. તેમણે દાવો કર્યો કે હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના  આર્થિક રીતે નબળા હોય તેવા તમામ  લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતનો લાભ મળશે. નાણામંત્રી અરૂણ જેટલીએ ખુલાસો કર્યો કે આ 10 ટકા અનામત જાતિ આધારિત નથી. તેથી તેને સુપ્રિમ કોર્ટે  અનામતની જે 50 ટકા મર્યાદા બાંધી છે તેને નહીં નડે. 50 ટકા અનામતની મર્યાદા કાસ્ટ બેઝ છે અને  આ 10 ટકા અનામત કોઇ જાતિ આધારિત નથી પણ આર્થિક આધારિત છે. અને તેમાં સામાન્ય વર્ગનો સમાવેશ થાય છે.  મંત્રીમંડળના દલિત મંત્રી રામવિલાસ પાસવાને તેને ટેકો આપ્યો હતો.  તેમણે આ વિધેયક કે જે કાયદો બનશે તેને કોઇ કોર્ટમાં પડકારી ના શકે તે માટે તેને બંધારણની નવમી યાદીમાં સામેલ કરવાનું મહત્વનું સૂચન પણ કર્યું હતું.  કોંગ્રેસ દ્વારા પણ તેને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે સપા દ્વારા પણ આ વિધેયકની ચર્ચામાં  ટેકો આપતા એમ પણ કહ્યું કે અસમાનતા દૂર કરવા માટે  વસ્તી પ્રમાણે અનામત આપો. પછી ભલે 100 ટકા અનામત કેમ ના હોય. સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે પ્રહાર પણ કર્યો કે સરકારની મુદત પૂરી થવામાં છે ત્યારે જ આ 10 ટકા અનામત કેમ આપવામાં આવી રહી છે, તેની પાછળના કારણો રાજકીય છે જે હવે દેશના લોકો જાણી ગયા છે.  બિહારના આરજેડી પક્ષ દ્વારા આ વિધેયકનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે આ ચૂંટણીલક્ષી છે અને લોકો સાથે દગો છે. શિકારીની જેમ જાળ બિછાવવામાં આવી છે.  લોકસભામાંથી આ વિધેયક પસાર થયા બાદ ઉપલા ગૃહ રાજ્યસભામાં મંજૂરી માટે રજૂ કરાશે. જ્યારે સંસદની બહાર મિડિયાને ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅયોધ્યા કેસઃસુપ્રિમ કોર્ટેની બંધારણની બેંચ 10મી જાન્યુ.થી કરશે સુનવણી
Next articleપ્રજા આવી મુર્ખ-નબળી અને કામચોર કોંગ્રેસની નેતાગીરીને સત્તા શું કામ સોંપે…….?