Home દુનિયા - WORLD અમેરિકા-રશિયા વચ્ચે યુદ્ધ માત્ર એક ઈંચ દૂર, પુતિને આપી ચેતાવણી

અમેરિકા-રશિયા વચ્ચે યુદ્ધ માત્ર એક ઈંચ દૂર, પુતિને આપી ચેતાવણી

824
0

(જી.એન.એસ), તા.૮
મોસ્કોઃ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીરિયા પર મિસાઈલ હુમલા બાદ રશિયા અને અમેરિકા વચ્ચે ફરી ઘર્ષણ સર્જાયું છે. વિશ્વની આ બે મહાસત્તા વચ્ચે દિવસે ને દિવસે ઘર્ષણ વધી રહ્યું છે. એવી સ્થિતિમાં રશિયાના વડાપ્રધાને કહ્યું કે અમેરિકા સાથે યુદ્ધ માત્ર એક ઈંચ જ દૂર છે. આ નિવેદન થોડા સમય પહેલા અમેરિકાએ સીરિયામાં કરેલા મિલાઈલ હુમલાની પ્રતિક્રિયા રૂપે આપ્યું છે. ઉલ્લેખનીય છે કે US દ્વારા શરયાત એરબેઝ પર 59 ટોમહોક ક્રૂઝ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો.
અમેરિકાએ સીરિયામાં કરેલા મિલાઈલ હુમલા પર રશિયન પ્રેસિડન્ટ પુતિને નારાજગી વ્યક્ત કરી હતી અને સીરિયા પર હુમલો નિયમ વિરુદ્ધ ગણાવ્યો હતો. પુતિને કહ્યું કે હુમલા બાદ સીરિયામાં અમેરિકા અને રશિયન સેના વચ્ચે ઘર્ષણ સર્જાઈ શકે છે. રશિયાએ અમેરિકા સાથે પોતાનો હોટલાઈન સંપર્ક પણ કાપી નાખ્યો છે. આ હોટલાઈનનો ઉપયોગ કરીને જ રશિયા અને અમેરિકાની સેના એકબીજાથી સીરિયામાં ટકરાવથી બચવા કોર્ડિનેટ કરે છે. રશિયાના પ્રધાનમંત્રી દિમિત્રી મિદવેદેવે અમેરિકાને ચેતાવણી આપી કે તેના દ્વારા કરવામાં આવેલા આ હુમલાને કારણે મોસ્કો અને વોશિંગ્ટન વચ્ચે યુદ્ધ માત્ર એક ઈંચ દૂર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ સીરિયાના એરબેસ પર ક્રૂઝ મિસાઈલ હુમલો કર્યો હતો, સારિયામાં થયેલા કેમિકલ એટેકના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓર્ડર આપ્યો હતો. અમેરિકાના આ પગલાથી રશિયા અને સીરિયા ખૂબ જ નારાજ છે અને મિલાઈલ હુમલાને અયોગ્ય ગણાવ્યો હતો.
સીરિયાના નોર્થ-વેસ્ટ ઇદલિબ પ્રોવિન્સમાં મંગળવારે કેમિકલ ગેસ એટેકમાં લગભગ 100 લોકોના માત થયા હતા, જેમાં 11 બાળકોનો સામેલ છે. એટેકમાં 400થી વધુ લોકો બીમાર થઈ ગયા છે. સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સ મુજબ, એટેક વિદ્રોહીઓના કબજાવાળા ખાન શેખૌન શહેરમાં સીરિયન સરકાર કે રશિયન જેટથી કરવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articlePAK વિરુદ્ધ યુદ્ધનું એલાન કરો: અફઘાન પ્રદર્શનકારીઓએ પ્રેસિડેન્ટ ગનીને કહ્યું
Next articleરાજકોટમાં સ્વાઈન ફ્લુનો તરખાટ, વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્યતંત્ર ઉંધામાથે