Home દુનિયા - WORLD અમેરિકામાં એક ટ્રકમાં ૪૬ મૃતદેહ મળતા ખળભળાટ

અમેરિકામાં એક ટ્રકમાં ૪૬ મૃતદેહ મળતા ખળભળાટ

34
0

(જી.એન.એસ),તા.૨૮
વોશિંગટન
અમેરિકામાં એક મોટી દુર્ઘટના જાેવા મળી છે. અહીં ટેક્સાસ રાજ્યના સૈન એન્ટોનિયોમાં સોમવારે એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદર ઓછામાં ઓછા ૪૬ લોકોની લાશ મળી છે. કાયદાના અમલીકરણ અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે. સૈન એન્ટોનિયોની દ્ભજીછ્‌ ચેનલે જણાવ્યું કે આ ટ્રક શહેરના દક્ષિણ તરફ બહારના વિસ્તારના અંતરિયાળ રેલવે ટ્રેકની પાસે મળ્યો છે. પરંતુ સૈન એન્ટોનિયોની પોલીસે હજુ તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. દ્ભજીછ્‌ના ટિ્‌વટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં પોલીસની ગાડીઓ અને એન્બ્યુલન્સ એક મોટા ટ્રકની ચારેતરફ દેખાઈ રહી છે. આ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો મામલો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ ટ્રક મળ્યો છે તે અમેરિકા અને મેક્સિકો સરહદ ૨૫૦ કિલોમીટર છે. સિટી કાઉન્સિલના પ્રમુખ એડ્રિયાના રોચા ગાર્સિયા પ્રમાણે ટ્રકમાં મૃત મળેલા લોકો પ્રવાસી છે. તેમણે જણાવ્યું કે સૈન એન્ટોનિયો પોલીસ પ્રમુખે તેમને આ વાતની જાણકારી આપી છે. સીએનએન પ્રમાણે રોચા ગાર્સિયા સૈન એન્ટોનિયાના ડિસ્ટ્રિક્ટ-૪નું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સોમવારે રાત્રે જણાવ્યું કે ૧૬ અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ત્રણ પ્રવાસીઓને મેથોડિસ્ટ મેટ્રોપોલિયન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી રૂખ યથાવત્…!!!
Next articleપાકિસ્તાને ભારતમાં તેમના દૂતાવાસોના ટિ્‌વટર એકાઉન્ટ ચાલુ કરવા આજીજી કરી