Home દુનિયા પાકિસ્તાને ભારતમાં તેમના દૂતાવાસોના ટિ્‌વટર એકાઉન્ટ ચાલુ કરવા આજીજી કરી

પાકિસ્તાને ભારતમાં તેમના દૂતાવાસોના ટિ્‌વટર એકાઉન્ટ ચાલુ કરવા આજીજી કરી

40
0

(જી.એન.એસ),તા.૨૮
ઇસ્લામાબાદ
ભારતમાં પાકિસ્તાનના ચાર દૂતાવાસોના ટિ્‌વટર એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. આરોપ છે કે આ ટિ્‌વટર હેન્ડલથી ખોટા સમાચાર અને દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. પાકિસ્તાનના તુર્કી, સંયુક્ત રાષ્ટ્ર, ઈરાન અને મિસ્ત્ર સ્થિત દૂતાવાસોના એકાઉન્ટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. તો જાણવા મળી રહ્યું છે કે અન્ય ટિ્‌વટર એકાઉન્ટ પર આ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય તરફથી બે ટ્‌વીટ કરવામાં આવ્યા, જેમાં ભારતમાં ટિ્‌વટર દ્વારા ઈરાન, તુર્કી, મિસ્ત્ર અને સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની દૂતાવાસોના એકાઉન્ટને બંધ કર્યા બાદ તત્લાક પ્રભાવથી તેને શરૂ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે ઘણા અન્ય એકાઉન્ટને ભારતે બેન કરાવ્યા છે. આ પ્રથમવાર નથી, જ્યારે પાકિસ્તાનના કોઈ ટિ્‌વટર એકાઉન્ટને બંધ કરવામાં આવ્યાં છે. આ પહેલાં પણ ટિ્‌વટરે પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સાર્વજનીક પ્રસારક રેડિયો પાકિસ્તાનના એકાઉન્ટને બંધ કરી દીધુ હતું. પાકિસ્તાની દૂતાવાસના ટિ્‌વટર એકાઉન્ટ ભારત વિરુદ્ધ નફરત ભડકાવી રહ્યાં હતા. હાલમાં થયેલા નૂપુર શર્મા વિવાદમાં પણ તેના ટ્‌વીટ આવ્યા હતા. ભારતે નફરત ફેલાવનાર ઘણા અન્ય એકાઉન્ટ્‌સને પણ ભારતમાં પ્રતિબંધિત કરાવ્યા છે. આ પહેલાં પાકિસ્તાને ઇસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીના બહાને સંયુક્ત રાષ્ટ્રમાં નૂપુર શર્માના પયગંબર પર આપેલા નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર ભારતે વળતો જવાબ આપી પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી હતી. ભારતે કહ્યું કે તે સહિષ્ણુતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને તમામ ધર્મોનું સન્માન કરે છે. સાથે ભારત કોઈ ધાર્મિક અપમાનના મુદ્દા પર પોતાના કાયદાના આધારે કામ કરે છે. ભારતે પાકિસ્તાન પર હુમલો કરતા બહારની દુનિયાથી ભેદભાવ પેદા કરવા માટે ઇરાદાપૂર્વક કરવામાં આવી રહેલા વિરોધને નકારી દીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકામાં એક ટ્રકમાં ૪૬ મૃતદેહ મળતા ખળભળાટ
Next articleનેપાળ સરકારે કાઠમાંડૂમાં પાણીપુરી પર મુક્યો પ્રતિબંધ