રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૮.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૮૩૩.૮૭ સામે ૫૭૩૬૭.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૩૬૭.૪૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૦.૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૬૧.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૯૭૨.૬૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૫૩.૭૫ સામે ૧૭૨૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૨૫૦.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૯.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૮૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઝડપી વધારો કરવામાં આવશે તેવી શક્યતાને પગલે આજે ભારતીય શેરબજારમાં બ્લેક મનડે જોવા મળ્યો હતો. ગત સપ્તાહના અંતે અમેરિકામાં ફુગાવો ઘટાડવા માટે વ્યાજદરમાં વધારો ચાલુ રાખવો પડશે તેનાથી આર્થિક વિકાસ ઘટશે તેવી ફેડરલના ચેરમેન પૉવેલની ચેતવણી બાદ અમેરિકી શેરબજારમાં કડાકો નોંધાતા આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં જ ભારતીય શેરબજારમાં અંદાજીત ૧૪૦૦ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. વૈશ્વિક ચલણો સામે પોતાની સર્વોપરિતા ફરી કાયમ કરી અમેરિકી ડોલર સતત મોંઘો બની રહ્યો હોઈ અનેક દેશોની આયાતો મોંઘી બનવાના અને દેશોની આર્થિક હાલત કફોડી બનવાના સંકેત સાથે આર્થિક મંદીના ફફડાટે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં આજે સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો.
વૈશ્વિક ચલણો સામે ડોલર મજબૂત બનતા અનેક દેશોની આયાત મોંઘી થવાની સાથોસાથ નાણાંકીય ભારણ વધતા આર્થિક હાલત કફોડી બનતા ફરી એકવાર વૈશ્વિક મંદીના ફફડાટની આજે ભારતીય શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારો, સ્થાનિક સંસ્થાઓ, લોકલ ફંડો તેમજ ખેલાડીઓ દ્વારા ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દરેક ઉછાળે વેચવાલી સાથે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના દબાણે આજે બીએસઇ સેન્સેક્સમાં ૮૬૧ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૨૬૯ પોઈન્ટ ઘટીને બંધ રહયા હતા. બીએસઇ સેન્સેક્સમાં બોલેલા કડાકાને પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી અંદાજીત રૂ.૨.૫૪ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ.૨૭૪.૫૬ લાખ કરોડ રહી હતી. આમ બે દિવસમાં તેમાં રૂ.૨.૯૩ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૮ અને વધનારની સંખ્યા ૧૪૫૩ રહી હતી, ૨૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફરી એક વખત દેશની ફોરેન કરન્સી એસેટમાં ઘટાડો થયો છે. ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. ૧૯ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૬.૬૮ અબજ ડોલરનો જંગી ઘટાડો થયો છે. અગાઉ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં ૨.૨૩ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સાપ્તાહિક રિપોર્ટ અનુસર ૧૯ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૬.૬૮૭ અબજ ડોલર ઘટીને ૫૬૪.૦૫૩ અબજ ડોલર થયું છે. અગાઉ ૧૨ ઓગસ્ટે તે ૨.૨૩ અબજ ડોલર ઘટીને ૫૭૦.૭૪ અબજ ડોલર પર આવી ગયું હતું.
૫ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં પણ તેમાં ઘટાડો થયો હતો. જો કે ૨૯ જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડાર ૨.૪ અબજ ડોલર વધીને ૫૭૩.૮૭૫ અબજ ડોલર થયું હતુ. આ અગાઉના સતત ચાર સપ્તાહ સુધી દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો. આ સાથે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર બે વર્ષના તળિયે પહોંચ્યું છે અને રશિયાના યુક્રેન પરના અતિક્રમણના અત્યાર સુધીના ૨૬ સપ્તાહમાંથી ૨૦ સપ્તાહમાં ઘટાડો નોંધાયો છે. ઉપરાંત સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય ૭૦.૪ કરોડ ડોલર ઘટીને ૩૯.૯૧૪ અબજ ડોલર થયું છે. અગાઉના સપ્તાહમાં તે ૩૦.૫ કરોડ ડોલર વધીને ૪૦.૬૧ અબજ ડોલર થયું હતું. જો કે હાલમાં ભારત જે સાઈકલિકલ પડકારોનો સામનો કરી રહ્યું છે તે સામે ટકી રહેવા તેણે આ અગાઉ જ ફોરેકસ રિઝર્વ ઊભું કરી દીધું છે. ટૂંકા ગાળાના દબાણો તરફથી ભારતની આર્થિક સદ્ધરતા સામે કોઈ જોખમ જણાતું નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.