(જી.એન.એસ.રવિન્દ્ર ભદોરીયા) તા. ૨૨/૧૦
અમદાવાદ: સોમવારે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની બેઠકો પર મતદાન પૂર્ણ થયું. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ, પાટણના રાધનપુર, મહેસાણાના ખેરલુ, અરવલ્લીમાં બાયડ, અમદાવાદની અમરાઇવાડી અને મહિસાગરમાં લુણાવાડા વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું. અહીં થરાદ બેઠક પર સૌથી વધુ 65 ટકા અને અમરાઇવાડી બેઠક પર સૌથી ઓછુ 31 ટકા મતદાન થયું હતું. ગુજરાતની વિધામસભા ચૂંટણી દરમિયાન પેટા ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન જોવા મળ્યો છે.
રાજ્યની વિધાનસભા બેઠકો પર મતદાન ખૂબ જ ધીમી ગતિએ શરૂ થયું હતું પરંતુ સમયની સાથે સાથે મતદાનમાં વધારો જોવા મળ્યો હતો. અને મતદાતાઓએ ખૂબ ઉત્સાહ સાથે મતદાન કર્યું. મતદાનની ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, થરાદમાં 65.47 ટકા, રાધનપુરમાં 59.87 ટકા, ખેરાલુમાં 42.81 ટકા, બાયર્ડમાં 57.81 ટકા, અમરાઇવાડીમાં 31.53 ટકા અને લુણાવાડામાં 47.54 ટકા મતદાન થયું છે.જ્યારે અમરાઈવાડી બેઠક ઓર સૌથી ઓછું મતદાન થવાથી ભાજપના ઉમેદવાર જગદીશ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું કે આ સીટ આ વખતે કોંગ્રેસની છે જેથી હવે જોવાનું રહ્યું કે અમરાઈવાડી બેઠક કોના ભાગમાં..?
દેશના કેટલાક રાજ્યોમાં ચૂંટણી થઈ પરંતુ ભાજપની નજર ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણીઓ પર જ હતી. અહીં ધ્યાન કેન્દ્રિત રાધનપુર અને બાયડની પેટા ચૂંટણીઓ પર હતો જ્યાં રાધનપુરના ભાજપના ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને બાયડેથી ધવલસિંહ ઝાલા લડી રહ્યા છે. પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના ઉમેદવાર જશુ પટેલે મત આપ્યો હતો અને બંનેએ પોતાની જીતનો દાવો કર્યો હતો. રાજ્યની બાયડ બેઠક પણ ખૂબ મહત્વની બની ગઈ છે કારણ કે આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે અને અહીંની ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસે જીત મેળવી હતી. પરંતુ ધવલસિંહ ઝાલા હવે કોંગ્રેસ છોડીને ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જીતનાર ભાજપ માટે આ વખતે તમામ 6 બેઠકો જીતવી કોઈ પડકારથી ઓછી નથી. ત્યારે હવે રાધનપુર અને બાયડના બે નેતા દાગી નેતા તરીકે મતદાતાઓમાં છવિમાં જોઈ રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.