Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ શહેરને ભાજપના રાજમાં દારૂ જુગાર અને ડ્રગ્સનો અડ્ડો બનતા બચાવવા માટે...

અમદાવાદ શહેરને ભાજપના રાજમાં દારૂ જુગાર અને ડ્રગ્સનો અડ્ડો બનતા બચાવવા માટે એનસીપી એક્શનમાં…

588
0

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કોર્પોરેટર નિકુલસિંહ તોમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઉડતા પંજાબની જેમ અમદાવાદને પણ દારૂ, જુગાર, ડ્રગ્સ નો અડ્ડો બનતા અટકાવવા માટે અમે હવે મેદાનમાં ઉતરવાના છીએ, ગુજરાતમાં દર બે પાંચ વર્ષે લઠ્ઠા કાંડ ના કારણે, સરકારની નિષ્ફળતાઓના લીધે અસંખ્ય માનવીઓનું મોત નીપજે છે.. આ બધા જ ગેરકાયદેસર ધંધાઓના કારણે અમદાવાદમાં ભયનું વાતાવરણ ફેલાયેલું છે ખુલ્લેઆમ પોલીસ ખાતા દ્વારા વહીવટદારોની નિમણૂક કરીને તમામ ગેરકાયદેસર ધંધાઓની પરમીટો આપેલ હોય તેમ આ બધા ગેરકાયદેસર કામ થઈ રહ્યા હોય એવું લાગે છે, જેમાં આ બધું ગાંધી ના ગુજરાતમાં કાયદેસર હોય તેમ દેખાઈ રહ્યું છે ગુનેગારોને તો કોઈની બીક ના હોય તેમ ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધાઓ ધમધમી રહ્યા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા દ્વારા ભાજપની ભ્રષ્ટ સરકારને ચેતવણી આપવામાં આવી કે જો સાત દિવસમાં અમદાવાદની અંદર દારૂ, જુગાર, મેડિકલના નશાઓ, ગેરકાયદેસર કતલખાનાઓ, ડ્રગ્સના ધંધા, અડ્ડા ઉપર રેડ કરી બંધ કરવા તેમજ વહીવટદારોની નિમણૂક રદ કરવામાં નહીં આવે તો એનસીપી ના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં તારીખ 17, 18 અને 19 સપ્ટેમ્બર 2022 ના રોજ આવેદનપત્રો આપવામાં આવશે અને જો તો પણ આ ગેરકાયદેસર કામો બંધ કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી કાર્યાલય નો પણ ઘેરાવ કરવામાં આવશે અને પ્રચંડ આંદોલન થકી જનતા રેડનો પણ સહારો લેવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાંડેસરામાં ૫ વર્ષની બાળા સાથે અડપલાં કરનારને થઇ ૭ વર્ષની જેલ
Next articleસૌરાષ્ટ્ર યુનિ.માં પીએચ.ડીના ૫૮ વિદ્યાર્થીઓની અરજી માન્ય રાખી ફેલોશીપ આપવાનો ર્નિણય