Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ (પૂર્વ) સંસદીય મત વિભાગમાં ૧૮ ઉમેદવારો નોંધાતા ગાંધીનગર જિલ્લાની દહેગામ અને...

અમદાવાદ (પૂર્વ) સંસદીય મત વિભાગમાં ૧૮ ઉમેદવારો નોંધાતા ગાંધીનગર જિલ્લાની દહેગામ અને ગાંધીનગર (દ) વિધાનસભા મતદાર વિભાગમાં વધારાના બી.યુ. મશીનની ફાળવણી માટે ફર્સ્ટ રેન્ડેમાઇઝેશન કરાયું

19
0

(જી.એન.એસ) તા. 23

ગાંધીનગર,

        ગાંધીનગર જિલ્લાની દહેગામ અને ગાંધીનગર(દ) વિધાનસભા મતદાર વિભાગનો સમાવેશ અમદાવાદ પૂર્વ સંસદીય મત વિભાગમાં થાય છે. અમદાવાદ(પૂર્વ) સંસદીય મત વિભાગમાં ૧૮ ઉમેદવારોએ લોકસભા સામાન્ય ચૂંટણી જંગ માટે પોતાની ઉમેદવારી નોંઘાવી છે. જે અંતર્ગત આજે આ બન્ને વિધાનસભા મતદાર વિભાગમાં વધુ બી.યુ.ની જરૂરિયાત હોવાથી તેનું ફર્સ્ટ રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યું હતું. બી.યુ.ના ફર્સ્ટ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે અને વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાના આરંભ પહેલા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયાએ સર્વે રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રીઓને રેન્ડેમાઇઝેશનની સમગ્ર પ્રક્રિયાથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ દહેગામ અને ગાંધીનગર(દ) વિધાનસભા મતદાર વિભાગના વધુ આપવાના થતાં બી.યુ. મશીનનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલીઓ ઇંગ્લિશ સ્કૂલ અને અમદાવાદ ટ્રાફિક પોલીસ “જે” ડીવીઝન દ્વારા હેલ્મેટ અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો
Next articleદૈનિક રાશિફળ (24-04-2024)