Home ગુજરાત અમદાવાદ ના નિકોલ વોર્ડમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ગાર્ડનનું લોકાર્પણ

અમદાવાદ ના નિકોલ વોર્ડમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ગાર્ડનનું લોકાર્પણ

10
0

AMC દ્વારા ‘ધ ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લૂ સ્કાય્ઝ’ નિમિત્તે નાગરિકોને ગાર્ડનની ભેટ

ગાર્ડનમાં 470 જેટલાં વડ સહિત 1200થી વધુ ફૂલછોડ-વૃક્ષો

ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર તથા ડે. મેયર શ્રીમતી ગીતાબહેન પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

(જી.એન.એસ),તા.૦૭

અમદાવાદ

એએમસી દ્વારા નિકોલ વોર્ડમાં ‘ધ ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લૂ સ્કાય્ઝ’ નિમિત્તે 8334 ચોરસ મીટર વિસ્તારમાં બનાવેલા ગાર્ડનનું સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નિકોલ વોર્ડમાં અમર જવાન સર્કલ પાસે બનાવેલા આ નવા ગાર્ડનમાં 470 જેટલાં વડ સહિત 1200થી વધુ ફૂલછોડ-વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે.

આ નિમિત્તે વાત કરતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગ્લોબલ વૉર્મિંગ જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા રાજ્યમાં સૌથી પહેલાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં દેશનાં શહેરોમાં ગ્રીન કવર વધે તથા લોકોને શુદ્ધ હવા મળે એ માટે મોટા પાયે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ક્લીન એર ફોર બ્લૂ સ્કાય્ઝ નિમિત્તે નિકોલમાં નવા ગાર્ડનની ભેટ આપવા બદલ મંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાને અભિનંદન પણ આપ્યા હતા.

મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે AMTS-BRTS જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાનો મહત્તમ ઉપયોગ કરનારા છ નગરજનોને સાઇકલ ભેટમાં આપવામાં આવી હતી. આ બાબતે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને મહત્ત્વ આપવામાં આવે છે. અમદાવાદમાં એએમટીએસ ઉપરાંત બીઆરટીએસનું પણ સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવે છે. આવા પ્રયાસો થકી જ શહેર ક્લીન અને ગ્રીન બની શકશે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર ગીતાબહેન પટેલ, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, મ્યુનિસિપલ શાસક પક્ષના દંડક અરુણસિંહ રાજપુત, રિક્રીએશન કમિટીના ચેરમેન રાજુભાઈ દવે સહિત એએમસીના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખેડૂતોની સતત રજૂઆતોને ધ્યાને લઇ કાંટાળા તારની વાડ કરવાની યોજનાને રાજ્ય સરકારે વધુ સરળ બનાવી
Next articleગુજરાત માનવ અધિકાર આયોગના નવનિયુક્ત અધ્યક્ષ ડૉ. ન્યાયમૂર્તિ કૌશલ જયેન્દ્ર ઠાકરની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત