(જી.એન.એસ રવિન્દ્ર ભદોરિયા), તા.04/12
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ દૂર કરવાનો પ્રયાસ નવા કમિશ્નર વિજય નેહરા કરી રહ્યા છે. પરંતુ આ દબાણના લીધે કેટલાક ગરીબ પરિવાર મુશ્કેલીમાં મૂકાયા છે. AMC દ્વારા અમદાવાદના કૃષ્ણનગર શનિદેવમંદિરની બાજુમાં આવેલ એક ગરીબનું ઘર તોડી પાડવામાં આવ્યુ હતુ. જેથી કહી શકાય કે વિકાસની સાથે સાથે રાજ્ય સરકાર લોકોનું જીવવાનું મુશ્કેલ કરી દીધુ છે. વિજય નેહરાજી આપને ખૂબ ખૂબ અભિનંદન કે અમદાવાદમાંથી દબાણ દૂર થઇ રહ્યા છે. પરંતુ આ દબાણની લપેટમાં કેટલાક ગરીબ પરિવારો બેદખલ તથા દેખાઈ રહ્યા છે. વિજય નેહરાજી ટ્રાફિક અને દબાણ મેમકોથી ગેલેક્ષી સુધી થાય છે. શુ એ દબાણ નજરમાં નથી આવતું કેમ..? મેમકો પાસે આવેલ તમામ ટ્રાવેલ્સ લકઝરી બસોના કારણે આખો રોડ જામ થઈ જાય છે તે કેમ મ્યુ.કમિશ્નરને દેખાતું નથી..!! કેમ ટ્રાવેલ્સ વાળાને નોટિસ કે તેને ટ્રાફિક દબાણ અંગે જાણ નથી કરાતી..? કે પછી ત્યાંથી કઈ ટેબલ નીચેથી વહીવટ થાય છે..? પોતાના પરિવાર માટે બે ટાઇમની રોટી ખાવા માટે કામ કરતો મજૂર આજે લાચાર થઈ ગયો છે કે રોડ ઉપર વ્યવસાય કરતા લોકો દબાણ સ્વરૂપે દેખાય પરંતુ મોટા વ્યક્તિઓ દબાણ કરે કે વ્યવસાય કરે તો કેમ દબાણ ખાતાને નજર નથી આવતા..? આજે અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ ટ્રાફિકને લઈ માજા મૂકી છે. પરંતુ આજે કેટલાક દ્રશ્યો એવા જોવા મળ્યા કે જેને જોઈને તમે ચોકી જશો. રોડની હદથી અંદરની સાઈડ પડેલી ગાડી પણ ટ્રાફિક પોલીસે ઉપાડી લીધી. આ તે કેવો ન્યાય ટ્રાફિકની હદમાં ન મુકેલી ગાડી પણ ટ્રાફિક પોલીસે ઉપાડી લીધી. જે લાખો કરોડોનો બિઝનેસ રોડ ઉપર કરી રહ્યા છે તે અમદાવાદના મ્યુનિસિપલના કમિશનર વિજય નેહરને કેમ નથી દેખાતું…? આજના સમયમાં રોટી,કપડાં,મકાન જેવી પ્રાથમિક સુવિધાઓ મોંઘી થતી જાય છે. કોઇ વ્યક્તિ પોતાનું ઘર બનાવી પણ લે એ દબાણ ખાતાને નડતર સ્વરૂપ દેખાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.